________________
આગમધરસૂરિ
૭૯
સ્વયમેવ હાલ આ નગરમાં સદેહે પધાર્યા હતા. રાજા હેય ત્યારે એ નગર રાજાને અનુકૂળ વતે એ વાત જગવિખ્યાત છે.
ચાતુર્માસ ક૯પ પૂરો થતા વિહારને સમય આવ્યે શિષ્ય પરિવાર સાથે વિહાર કર્યો ત્યારે નગરની સીમા સુધી પધારેલા શ્રાવકની આંખમાં આંસુઓની હેલી વરસતી હતી. શ્રાવિકાઓને તે પોતાના પુત્રના વિયેગ જેવું અસહ્ય દુઃખ લાગતું હતું. કપડવંજને પોતે પુત્ર કેટલાય વર્ષે આવે અને થોડા દિવસમાં ચાલ્ય એ દુઃખ ઘણું વસમું લાગતું હતું.
વિદાય-દેશના મુનીશ્વર એક ઘેઘૂર વડલા નીચે ઉભા રહ્યા. ચતુર્માસ વિદાયની દેશના ઉભા ઉભા ચાલુ કરી.
હે ભવ્યાત્માઓ ! તમને મારા પ્રતિ અનુરાગ છે તે અનુરાગને ધર્મમાં પલટી નાંખજો. મારા ઉપરની પ્રીતિ તમને વ્યક્તિરાગ જન્માવશે. ત્યારે ધર્મ ઉપરની પ્રીતિ તમને ગુણાનુરાગી બનાવશે. તમે ધર્મ આરાધના સુંદર * કરે છે, પણ હજુ એ આરાધના મેક્ષ અપાવે તેવી નથી.
હે નાથ ? તમારા શાસન સિવાય કયાંય નિર્દોષ દેશના પ્રાપ્ત થતી નથી. તે નિર્દોષ દેશના આશ્રવ-બંધના ક્ષયથી મેક્ષમાં લઈ જનારી છે તેને તેઓ જોતા નથી.