________________
આગમધરસૂરિ
દઈએ તોય ઓછું છે. શાસનની રક્ષા–સેવા કરતા મૃત્યુ આવે તે એ મૃત્યુ ધન્ય છે. અને એનું જીવતર પણ ધન્ય છે. શાસનસેવા વિનાનું જીવન એ ભૂંડણના બચ્ચા જેવું જીવન છે.
આજે શાસન ઝાંખુ પડયું છે. તે આપણું પ્રમાદના પ્રતાપે, ધગસના અભાવે, તમે બધા જાણે, ઊઠે અને કદમ બઢાઓ, કમ્મર કસે, અને મંડી જાઓ, આ જીવન ખાવાપીવા માટે નથી પણ શાસન ખાતર શહીદ થવા માટે છે. માયકાંગલાઓ જગતમાં સારી રીતે જીવી શકતા નથી. તેમ મરી શકતા પણ નથી. તમે ભેગા મળ્યા છે તે એક શુભસંક૯પ કરીને જાઓ. શાસનની સુરક્ષા ખાતર અમે અમારા પ્રાણની કુરબાની દેતા પણ હવે કદી અચકાશું નહિ, અમે અમારું સર્વસ્વ શાસન ખાતર સમર્પણ કરીશું. અમે શહીદી વરીશું પણ શાસનને ઝાંખું નહિ થવા દઈએ.
પન્યાસપ્રવર મુનીશ્વરના પ્રવચને જાદુઈ અસર કરી એક ગરમી આવી ગઈ. પરિષદને પ્રાણ તેજવી બની ગયે. સફળતાપૂર્વક વીર નિર્વાણ સંવત ૨૪૩૧ની સાલની એ પેથાપુર પરિષદની પરિસમાપ્તિ થઈ.
કર્મબંધનના સાધનમાં એટલે કર્મબંધ થવામાં કૃતાદિભેદ વડે તમે ભવ્યની આગળ આ8ોને કહે છે. તે પછી છ વ્રતને આશ્રય કેમ કરતા નથી ?