________________
પ્રકરણ-છડું
પન્યાસ-પદ
અમદાવાદમાં અમદાવાદ જૈન સંઘના અમાપ આગ્રહથી મુનીશ્વર શ્રી આનંદસાગરજીએ ચૌદમું ચાતુર્માસ અમદાવાદ કર્યું. કેતકી પુષ્પને કહેવું પડતું નથી કે હું અહીં છું. પણ સુગંધની જ બહાર કહી આવે છે કે કેતકી પુષ્પ અહીં છે. - હવે તે આ મુનીરની ખ્યાતિ કેતકી કુસુમ જેવી બની હતી એની પાસે વાણી સાંભળવા અને એ જ્ઞાનગંગામાં ડુબકી લગાવવા દૂર દૂરથી સંસારતાપથી સંતપ્ત થએલા શ્રોતાઓ આવતા.
આવતા ત્યારે એમના હૈયા ઉદ્વેગના ભારથી ભરેલા જણાતા અને જતા મારે વાણી-ગંગામાં સ્નાન કરી
હે જિનેશ્વર ભગવાન ! તત્ત્વદિ સાધુઓથી તમારૂં શાસન સધાયુંએક છત્રી કરાયું. પહેલાંના અનાય લેકેને આર્ય કરવાવાળા રાજાઓએ બેટા-બનાવટી વેષધારી તે સાધુઓને મોકલ્યા.