________________
આગમધરસૂરિ
આચાર્ય-પદલાલચુઓ જેવું ન કરશે બસ, આ તમે જાળવશો તે મહાનું આગમજ્ઞાતા અને અનેકના આગમવાચના દાતા બનશે. - બીજા દિવસથી આ વિધિને આરંભ થશે. જો કે આપણું સંઘમાં જ્ઞાનપંચમીના દિવસે આગમગ્રંથ, ચરિત્રગ્રંથ અન્યગ્રંથે આદિને વંદન થાય છે. ધૂપ, દીપ, અક્ષત, નેવેધ, ફળાદિથી પૂજા થાય છે. વાસ અને રૂપાનાણું પણ પૂજનમાં વપરાય છે. આ ક્રિયાથી આપણે કૃતકૃત્ય થયા એ બે આત્મસંતોષ અનુભવાય છે. પણ હકીકતે આ મુનીશ્વરે જેમ કર્યું તેમ કરવું એ ખરી જ્ઞાનપૂજા છે. | મુનીથરે બીજા દિવસે આયંબીલ કર્યું શ્રી હારિભદ્રીય વૃત્તિવાળી શ્રી દશવૈકાલિકસૂત્રની પ્રતિ ગ્રહણ કરી કાષ્ઠ બાજઠ ઉપર એ પ્રતિ પધરાવી, એ પ્રતિને વંદન કર્યું, અહંભાવ પૂર્વક મરતકે રપર્શ કર્યો અને સાક્ષાત, ગુરૂને જે રીતે વિનય જળવાય તે રીતે પુરત ગુરૂને વિનય જાળવી વાંચન ચાલુ કર્યું, એકવાર, બેવાર ત્રણવાર. - જ્ઞાનાભ્યાસની તીવ્ર તાલાવેલી, શાસ્ત્રીય પદ્ધતિને વિનય અને સતત ખંતપૂર્વકને પરિશ્રમ, આવા અનેક
- શાંતમુદ્રાવાળી આકૃતિથી વિશિષ્ટ દેવ, આગની ઉગ્રરૂપ-અર્થથી ગહન શ્રેણિ, શુદ્ધ (શુભ-સારી) શીલાદિ ગુણોવાળી પત્નીથી યુક્ત શ્રાવકે છે. પરંતુ આ બધું મુનિઓને આશ્રયીને છે-આભારી છે.