________________
આગમધરસૂરિ
ભૂમિથી ચરી પાછી ગામ તરફ વળી રહી હતી. આવા સમયે આ મુનીશ્વર નદીના કિનારે કેતરમાં વડીનીતિનું કાર્ય પતાવી પાછા વળતા એક પ્રાચીન અને જીર્ણ મંદિરના ઓટલે બીરાજયા. | વિચારોમાં રહેવું એ તે આ મુનીશ્વરનું વ્યસન હતું છતાં એ વિચારોમાં બુરાઈની બદબુ કદી આવતી ન હતી. સદ્ભાવનાના સુગંધી ધૂપની મહેક જ ઉછળતી, એ વિચારતા હતા કે આ આગને કણ ભણાવશે? એ ભણવા ક્યાં જવું પણ કશે ઉત્તર મળતું ન હતું. ઉપાશ્રયે આવ્યા. પ્રતિક્રમણ સ્વાધ્યાય અને સંથારાપોરિસી કરી પણ કેમે કરી ઊંધ આવતી નથી. આગમવાચના કોણ આપશે ? આ વિચાર એમને પજવતો હતો. એ વિચારમાં જ નિદ્રાધીન બન્યા. પુગે એક સ્વપ્ન આવ્યું.
વનમાં કોઈ જ્ઞાની ગુરૂના દર્શન થયા. આ મુનીશ્વરે એમને વંદન કર્યું, જ્ઞાની ગુરૂએ પૂછયું-આનંદસાગરજી! ઉદાસ કેમ છો?
સાહેબજી ! આગમવાચના આપનાર ગુરૂની શોધના વિચારમાં છું મને સંયમની સાધનામાં કોઈ ચિંતા નથી
હે જિનેન્દ્ર ! જગતના હિતને માટે દીક્ષાથી માંડીને બે પ્રકારના ધર્મની કથા સુધીનું બધું વિધાન તમે કર્યું છે. શાસનની વૃતિ–અવસ્થિતિની સિદ્ધિ માટે તમારા વડે જે જે કરાયું, તેમાં સર્વથી અધિક હે જિન! તમારી મુનીશ્વરેની-સાધુ મહાત્માઓની પર્ષદા છે.