________________
૩૨૪
વૃષભ રાશિમાં ઉત્પન્ન થયેલે માણસ સત્યવાદી, પવિત્ર, ચતુર, ભોગવિલાસી, દાતા, મને રમ, સારા મિત્રે વાળ અને સુંદર ગતિવાળે હેય છે.
મિથુન રાશિમાં ઉત્પન્ન થયેલે માણસ ચંચળ ચક્ષુવાળે મિષ્ટ અન્ન ખાનાર વિષયની આશક્તિવાળે, કર્ણને રેગી અને ધનવાન હોય છે.
કર્ક : રાશિમાં ઉત્પન્ન થયેલે માણસ શૂરવીર, કૃતજ્ઞ, ધનાઢય, શરીરે કૃશ, ગુરૂજનને વત્સલ, કેલી અને દુઃખથી. પીડાતે હોય છે.
સિંહ : રાશિમાં ઉત્પન્ન થયેલે માણસ અભિમાની, ક્ષમાવાન, માતા-પિતાને વહાલે અને નિરંતર મધ-માંસમાં આસક્ત હોય છે.
કન્યા રાશિમાં ઉત્પન્ન થયેલે માણસ વૃદ્ધાવસ્થામાં ધર્મને અથી, સર્વ લેકોને માન્ય, ધનવાન અને સ્ત્રી જનના હૃદયને આનંદદાયી હોય છે.
તુલા રાશિમાં ઉત્પન્ન થયેલો માણસ ઈર્ષાળુ, મિત્રને વત્સલ, દુઃખનું સ્થાન, સ્પષ્ટ બેલનાર અને વૈરાગ્યવાન હોય છે.
વૃશ્ચિક રાશીમાં ઉત્પન્ન થયેલે માણસ કુર, શુરવીર, પિંગલ નેત્રવાળે, ગર્વિષ્ટ, કઠોર અંતઃકરણવાળો, ધનિક અને માતા પિતાને સદા વિયેગી હોય છે.
ધન : રાશીમાં ઉત્પન્ન થયેલે માણસ બુદ્ધિમાનસત્યવાદી, સર્વ લેકેને મને હર, સુંદર સ્ત્રીવાળે અને સારા તેજવાળો હોય છે.