________________
૩૨૫ મકર : રાશીમાં ઉત્પન્ન થયેલો માણસ ખૂબસૂરત, બુદ્ધિમાન, વિદ્વાન, પુત્રવાન, લાંબા આયુષ્યવાળો, પરસ્ત્રીમાં આસક્ત અને દાતાર હોય છે.
કુંભ : રાશીમાં ઉત્પન્ન થયેલે માણસ ચપળ દષ્ટિવાળ, હસ્તિ તથા અશ્વાહિક ઉપર પ્રીતીવાળ, અભિમાની, વિચક્ષણ, પરાક્રમી અને આળસુ હોય છે.
મીન : રાશીમાં ઉત્પન્ન થયેલે માણસ શૂરવીર, સમુદ્ર જેવો ગંભીર, સ્પષ્ટ વાણવાળે, કીધી, યુદ્ધ ઉપર પ્રીતિવાળો અને ગર્વિષ્ટ હોય છે.
શરીર અને રંગ કેવા રંગનાં વસ્ત્રો પહેરવાથી અને કેવા રંગના એરડામાં રહેવાથી કેવી અસર થાય છે, તે અહીં સમજાવવામાં આવ્યું છે.
જાંબલી રંગ શરીરને મજબુત બનાવે છે. આ રંગના કાચ ઓરડાની બારીઓમાં બેસાડયા હોય અને તેમાં બાળકોનું લાલન-પાલન થાય તે તેવાં બાળકે બીજા કરતાં -વધુ ઝડપે વધે છે અને બળવાન પણ બને છે.
ગુલાબી રંગ શરીરને નબળું કરે છે. જાડા ચરબીવાળા બાળકોને ગુલાબી રંગ લગાડેલા ઓરડામાં રખાય તે તેની ચરબી ઘટી તે પાતળાં થઈ જાય.
આળસુ તથા કમજોર બાળકોને લાલ રંગના ઓરડામાં રાખવા જોઈએ. આમ કરવાથી તેઓ ઉમંગી તથા રાષ્ટ–પૃષ્ટ