________________
૧૭૪
શ્રી શાંત્યાનંદ ભવ બંધન, પ્રકરણ દસમું પ્રવલ પંડુર પ્રગટે જ્યાં, થાય લીલા લહેર; પગ પગ રિદ્ધિ આવી મળે, લેક પ્રશંસે સુમેર. ૩
સ્વાથીઓ સંબંધ સજઝાય. મનવા હજી જરા તું ચેત, સમજી લે તે સારૂં રે;
મનવા હજી જરા તું ચેત; એ આંણું. : આ જગમાં નથી કેઈ તારૂ, ફેગટ માને તું મારૂં
માયા મમતામાં ભુલ્ય ભાન, પ્રભુને તે વિસાર્યા રે. મનવા. ૧ - સ્વાર્થના સહ છે સંગી, સ્વાર્થમાં રમતા રંગી, માતા પિતા સુત પરિવાર, નર ને નારી જાણે રે. મનવા. ૨ માત પિતા જાણે પુત્ર હમારે, પ્રાણ થકી અધિક પ્યારે; એ સ્વાર્થ સરતાં થાય દૂર, માતપિતાને ધિક્કારે રે. મનવા૩ બૈરી માને રવામિ મારે, અંતરથી રહે ને ન્યા તે પણ છટકી દે છે, રમત પરનારી રંગે રે. મનવા૪ બિલાડી ઉંદર જેવા, સાસુ વહુના સ્નેહ છે એવા કાઢે આંખે કરે હંકાર, વહુજી ફડકે ફાટે રે. મનવા. ૫ કેઈક ને વાઘણ જેવી, સાસુને વહુ મળી એવી, મારે ઠોકર કરતી અપમાન, વહુથી સાસુ ધ્રુજે રે. મનવા. ૬ દેરાણી જેઠાણીની જેડી, નાખે હૈયાને તેડી; હંસા તુંસીનો નહીં પાર, સહુના હૈયા બાળે રે. મનવા. ૭ - નોકરને શેઠ કહેવાયા, તે પણ સ્વાર્થમાં અટવાયા;
એકબીજામાં ન ધરેવિશ્વાસ, પિત પિતાનું સાધે રે. મનવા. ૮ શિષ્ય બન્યા ગુરૂનો સાથી, બળદની જેમ નાખે નાથ; આપ બની શિરદાર, કુવચનની સેટી લગાવે રે. મનવા. ૯ ફરતી ચકી જેવા, સ્વાથી એના સંબંધ છે એવા, મસ્ય ગલગલની રાત, તેહને તમે પીછાણો રે. મનવા. ૧૦