________________
શ્રી શાંત્યાનંદ ભવ બંધન, પ્રકરણ દસમું
૧૭૩ : અને બહેનની જેમ માની સારી રીતે સેવા ચાકરી કરી તેઓના કાળજામાં ઠંડક પેદા કરતી પ્રગુણા સારું વર્તન કરતી હતી. છેવટે આયુક્ષયે સાસુ નણંદ પિતાના કૃતકર્મો ભોગવવા ભવાંતરમાં ચાલી ગયાં.
જે ઘર હોય પુત્ર સપુતા, સત્ય શીયલ ધરનાર; પુત્રવધુ પણ જાણીએ, ક્ષમા શીયલ ગુણધાર. ૧ જે ઘર દેવગુરૂ પૂજક બુદ્ધિ, પામે પણ માન, ખાંતિશ્રી તે ઘર જાણો, પ્રત્યક્ષ સ્વર્ગ વિમાન. ૨
સચ્ચાઈ સમર્થ અને પુરૂષાર્થના બળે માનવી સામાન્ય સ્થાનથી કેટલે ઊંચે આવી શકે છે. તેનું જવલંત ઉદાહરણ. મહાસતી પ્રગુણાદેવીના જીવનમાંથી મળી શકે છે.
આજે પાંડવ જેવા પાંચ પાંચ પુત્રોની એ માતા બને છે. ઉંચા કુળમાં પેદા થયેલી સુસંસ્કારને પામેલી પાંચ પાંચ પુત્ર વધુઓની એ સાસુ બની છે. છતાં અભિમાનને એક : અંશ પણ તેનામાં નથી. પિતામાં રહેલા સગુણેનું તેણીએ પુત્રમાં તથા પુત્ર વધુમાં આરે પણ કરી ખૂબ જ માનવીયતા પ્રગટાવી હતી. સાદાઈ, સરળતા સેવાપરાયણતા, . સમપર્ણ, સુશીલતા, સહૃદયતા, સત્યનિષ્ઠા, સૌમ્યતા, વિનમ્રતા, ભક્તિપરાયણતા, કર્તવ્યનિષ્ઠા એ માનવીય સર્વોચ્ચ ગુણેને પિતાના સક્ત કુટુંબના જીવનમાં ઓતપ્રેત . કરાવી કુટુંબની એ સાચી તારિકા બની.
એક નારી સગુણી, કરે અનેક ઉદ્ધાર; સુસ્વહિત સાધતી થકી, કરે જ પર ઉપકાર. પ્રગુણાસતીની પરે, બનજો તમે ગુણવંત, ખાંતિશ્રી સનારીના, ગુણ ગાયે શ્રીમંત. ૨