________________
૧૭૫
શ્રી ક્ષાત્યાનંદ ભવ બંધન, પ્રકરણ દસમું મનની મમતા મારી, દીલમાં સમતાં ધારી, સાચું શરણ લે સ્વીકાર, અરિહંત છે ઉપકારી છે. મનવા. ૧૧ ખાંતિશ્રી કહે સાચું, સગપણ દુનિયાનું કાચું, દેવગુરૂ દિલડામાં ધાર, ધર્મ છે શિવસુખ દાતાર રે મનવા ૦ ૧૨
ધર્મનિષ્ટ પવિત્રાત્મા પ્રગુણાસતી માતા જેવી મીઠી નજરથી પાંચે વહુઓને એક સમાન જેતી હતી. વ્યવહારિક તથા ધાર્મિક જ્ઞાનમાં પુત્રવધૂઓને કુશળ બનાવી સૌ સૌની યોગ્યતા પ્રમાણે ગૃહભાર સોંપી, પિતે તદ્દન નિવૃત્ત બની આત્મ સાધના કરવામાં લીનતા પામ્યા. પિતાના પતિ કનકસેનને પણ સન્માર્ગ તરફ વાળી પિઢી વિગેરેને તમામ કારભાર પુત્રોને સે પાવી દઈ પોતાની સાથે ધાર્મિક પ્રવૃત્તિમાં જોડી દીધા. સદ્ગણ સાનિધ્યે બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરી એ દંપતિએ જીવનને સમજવળ બનાવી કાળ સમયે સમાધિ પૂર્વક કાળ ધર્મ પામી સ્વર્ગવાસી બન્યા. પાંચ પુત્રો અને પુત્રવધૂઓ માત–પિતાના ચીલે ચાલી છેવટે પોત પિતાના પુત્રોને ગૃહભાર સેંપી ધર્મમય જીવન જીવી સદ્ગતના ભાગી બન્યા.
વાંચક મહાશયે આ પવિત્ર કુટુંબના જીવનમાં રહેલા ઉત્તમ માનવતાને પ્રગટાવનાર સગુણને પોતાના જીવનમાં વણ લઈમાનવભવને પાવન બનાવે એ જ અભિલાષા સહ વિરમું છું. લે, શ્રી. પાર્ધચંદ્ર ગચ્છીયા પ્રવચનપટુ પ્રસિદ્ધ
વકતા પરમ વિદુષી પ્રવૃત્તિની સાથ્વી
શ્રી ખાંતિશ્રીજી મહારાજ સાહેબા,
વિક્રમ સંવત બે હજાર ને વીસની સાલમાં કાર્તિક સુદ -પાંચમ ને શુભકારક શુભ ચોઘડીએ ગામ મોટી ખાખર કચ્છમાં આ ચરિત્ર સંપૂર્ણ કર્યું. સવ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણું; પ્રધાનં સર્વ ધર્માણ, જેન જયતિ શાસનમ, ૧ -