________________
૧૬૮
શ્રી ક્ષાંત્યાનંદ ભવ બંધન, પ્રકરણ નવમુ
તારા દ્રોપદી સીતા, ચંન મયણા ભગવતી; કૌશલ્યા મૃગા સુલસા, દમયંતી રાજેમતી. ૧ અનેક સતીએ જગ જન્મી, ધીરજ ધરી અપાર; અનેક વિધ કષ્ટ સહયા, તન્મ્યા ન ધર્મ લગાર. ૨ સત્ય શીયળ શણગાર, ધરે અંગે ઉદાર; ખાંતિશ્રી વઢે ભાવે ધન્ય સતી અવતાર. ૩
*
પ્રકરણ નવમું ધન્ય નારી
સદ્ગુણુશાલિની પ્રગુણાબહેન નાના કે મોટા, રંક કે રાય, ગુણી કે અવગુણી, સ્ત્રી કે પુરૂષ, દીન કે દુ:ખી, શ્રીમત કે ગરીબ, અરે! સર્વ જગતના જીવાનુ` કલ્યાણ વાંચ્છતી. પોતાના સદ્ગુણ વડે કુટુંબમાં બહુમાન મેળવ્યુ' એટલું જ નહિ પણ નગરવાસી ભાઇ બહેના તેણીને જ્યાં દેખે ત્યાં માતા નમસ્તે કરી માથુ નમાવે. દેરાણી, જેઠાણી, સાસુ, વહુ, આડોશી –પાડે।શીમાં જ્યાં ઝઘડા-ટટા થતા સાંભળે કે ત્યાં ક્રેડી જાય. તેને ઢેખી સૌ શાંત પડી જાય, તેઓને એટલુ જ કહેતી કે આપણે કૂતરા-બિલાડા નથી. આપણે તે મનુષ્ય છીએ. તા એક બીજાના ગુણુ જોવા અને એકસ ંપી બની રહેવું જોઇએ. જેથી સાચુ સુખ મેળવી શકીએ. તમે તેા બધા