________________
શ્રી ક્ષાંત્યાનંદ ભવ બંધન, પ્રકરણ આઠમું
૧૬૭ સશક્ત અને મનને સ્વસ્થ બનાવવાનું છે. રસાસ્વાદ તે તેમાં રહેવા તત્વો સહજ લાભ મળી જાય છે. તેવી રીતે ધર્મારાધનને મુખ્ય હેતુ જીવન શુદ્ધિને છે. યશ કીતિ નામનાની પ્રાપ્તિને તેને સહજ લાભ મળી જાય છે. મતલબ કે જે સત્ય ધર્મનું પાલન હૃદય પૂર્વકનું થતું હોય તે માનવીના જીવન અને વ્યવહાર એ બનેની અંદર વિશુદ્ધિની અભિવૃદ્ધિ થયા વગર રહેશે જ નહી. પ્રભુ ભક્તિમાં લીન થવું મહ મુક્ત બનવા પ્રયત્ન કર, આ સંસારને અસાર જાણ, નાશંવત પદાર્થોમાં મારાપણાની બુદ્ધિને હઠાવવી, રાગ દ્વેષના મૂળને ઉખેડી નાખવા સદા તત્પર રહેવું –દુનિયા દારીના કેઈ પણ રગડા ઝગડામાં ન પડવું જે સમય મળે તેમાં સુંદર પુસ્તકોનું વાંચન કરવું. પ્રભુનું ધ્યાન ધરવું. અને ખૂબ સાવચેતી રાખી વિચારવું કે
હું તે કદી જડ નહિ ને, જડ છે તે હું નહિ, એ લક્ષ ના ચુકવું, મનુષ્ય ભવ પામી કરી.
આ પ્રમાણે જીવન જીવાય તે જ માનવ ભવની સફળતા થઈ ગણાય અને એવા આત્માઓ જ ધર્મ પામ્યા છે ને મેક્ષના અધિકારી છે. ટૂંકમાં આપણે બધા એકસપી બની ધર્મારાધના પૂર્વક આત્મ કલ્યાણ સાધીએ. આ સુંદર બધ સાંભળી કનકસેન, કમલકુમાર, તેની પત્ની કનકપ્રભા, સાસુ અને નણંદ બહુ જ ખુશી થયા અને બોલ્યા કે હે અમ કુળતારિક મહાદેવી, તમારે અમને રોજ બોધ આપ. બસ એટલું અમે માંગીએ છીએ. ભાગ્યવાન વાંચકે ! જોયું ને કણકણ વણવણું થયેલ કુટુંબને પોતાના સદ્દગુણો વડે મહાદેવી પ્રગુણાએ એક સંપી બનાવી ધર્મમય વાતાવરણ સજી સ્વગીત સુખ ભક્તા બનાવી દીધું, આનું નામ સ્વર્ગ નીચે ઉતાર્યું કહેવાય.