________________
૧૬૬ શ્રી ક્ષાંત્યાનંદ ભવ બંધન, પ્રકરણ આઠમું તારિકા ! ખરેખર મારા અધમ કૃત્યોથી નર્કના ખાડામાં પડતાં તે મને બચાવી લીધું છે. મેં તને ધૂપસળીની જેમ બાળી છતાં તેં તે મને સુગંધ જ આપી શેરડીની જેમ પાળી, છતાં તે મને મીઠાશ જ આપી. આ પ્રમાણે બોલતાં ને વારંવાર પોતાના અપરાધની ક્ષમા યાચતાં પતિને અટકાવી સતીએ કહ્યું કે એમાં આપનો વાંક નથી. મારા જ અશુભ કર્મોને જ દેષ છે. આપ તે મારા શિરછત્ર હતા ને છે. હવે હું આપની પાસેથી એટલું જ માગું છું કે આજથી આપ ગયા દિવસની વાતને ભૂલી જાઓ. ને આજથી જીવન પર્યત જીવનને અધઃપતનના માર્ગે લઈ જનારી કઈ પણ દુષ્ટ બદીઓ ફરી જીવનમાં દાખલ ન થાય એટલું સ્વીકારી લે. એટલે બસ. કનકસેને કહ્યું કે હું મારી ગૃહ લક્ષ્મીદેવી ! હું આજથી તમને મારા હૃદયમાં ગુરૂપદે સ્થાપું છું. હવે અમે બધા તમારા માર્ગદર્શન પ્રમાણે ચાલશું અને અમારા જીવનને ધન્ય માનશું.
પ્રગુણાબહેને આગળ ચર્ચા ચલાવતાં કહ્યું કે મેહઘેલા માનવીઓ ગમે તે પ્રકારે ઘર ભરવા માંગે છે. અને મહાન. આત્માઓ ઘર ખાલી કરવા ઈચ્છે છે. વિષય-વિલાસ અને વૈભવની મેજ મારનારી છે, જ્યારે તેને ત્યાગ તારનાર છે. વિષયાંધ આત્માઓ પિતાના પવિત્ર જીવનમાં વિષ રેડી વિષ્ટાના કીડાની જેમ મહાન યાતનાઓ ભેગવનાર બને છે. અને મનુષ્ય ભવમાં તેનો ત્યાગ કરનાર મહાત્માઓ જગતવંદ્ય બને છે. જગત અને ભગત વચ્ચે મેરૂ અને સરસવનાં દાણું જેટલું અંતર હોય છે.
આ દેવદુર્લભ માનવ ભવ પામી વીતરાગ પ્રણિત ધર્મારાધન કરવું જોઈએ. તત્ત્વતઃ વિચારીએ તે ભેજનને હેતુ શરીરને