________________
શ્રી ક્ષાંત્યાનંદ ભવ બંધન, પ્રકરણ નવમું ૧૬૯ કેટલા સુંદર પવિત્ર અને ડાહ્યા છે, આમ વર્તવું તે શું ડિક ગણાય? બસ આટલા શબ્દો તે રામબાણનું કામ કરતા
અને ઘરમાં સદાય શાંતિ સ્થાપાઈ જતી. " વાચક મહાશ! જે આપણે પવિત્ર હેઈએ તે આપણા ઉપદેશની બીજા ઉપર અસર થયા વગર રહેતી જ નથી બાપ દુરાચારી હોય, બીડી પીતે હોય ને પિતાના પુત્રને બીડી પીવા વિગેરેની મનાઈ કરે તે તેની અસર પુત્ર ઉપર થતી નથી.
તે તે એમજ માની લે છે કે પિતાજી પોતે બીડી પીએ છે ને મને ના પાડે છે. જે તે ખરાબ હોય તે છેડી દેને? આમ વડીલેના આચરણેને જોઈને બાલમાનસ પણ તેવું જ ઘડાય છે, જે બાળકોને સદાચારી, સુશીલ, નિર્વ્યસની બનાવવા હોય તે પહેલા વડીલેએ તેવા બનવું જોઈએ. જે મા-બાપ સંસ્કારી હોય તે તેના સંતાને પણ સુંદર સંસ્કારી બને
સંસ્કારી સન્નારી પ્રગુણાબહેને પિતાના વતનથી અનેકેના ઘર સુખી બનાવ્યા અને સુયશને પામી તેની પ્રેરણાથી તેના ઘરમાં અખાદ્ય ખવાતું નહિ. અપેય પીવાતું નહિ. અનાચરણીય આચરાતું નહિ. દીન, અનાથ, દુઃખીઓને આશ્રય અપાતે. મનુષ્ય ભવની ખરી મહત્તા તેઓ સમજ્યા હતા. અને નીચે કાવ્યમાં વર્ણવેલા ભાવે તેના જીવનમાં -વણાઈ ગયા હતા. અને એ મુજબ તેઓ વતતા પણ હતા. ખાલી એવી વાત કરી બેસી રહેતા નહિ પણ પૂરેપૂરૂં તેનું પાલન કરતાં હતા.