________________
૧૫૬ શ્રી શાંત્યાનંદ ભવ બંધન, પ્રકરણ પાંચમું આનંદને દિવસ છે બેટા ! એક વાર આજે મને તું ભેટવા દે, ફરી કદી હું તને નહીં કહું. મારા કલૈયા કુંવર, મારા હૈયાના હાર ! મારું આટલું કહ્યું તું માન.
ત્યાં કમળ તે આઘા ખસતો બૂમ મારી ઊઠ, અરે! આધી રહે આધી ! અત્યારે તું ક્યાંથી આવી ચઢી ! તું કદરૂપી છે તારા કપડાં તે જે! ફાટયા તૂટયા ને મેલાં ગંધાતા ! ત્યારે નેહાલ માતાએ કહ્યું કે, બેટા! હુ ગમે તેવી તેય તારી જનેતા-મા છું? ત્યારે કમળે છણકો કરી મોટું મરડીને કહ્યું : હવે જોઈ મા ને બા. તુ ન હોત તો શું અમે મોટા ન થાત? તારાં કપડાં પર તો માંજેલા વાસણની રાખ અને ધૂળ ચટેલી છે. અને મને ભેટવા દોડી આવી? આ મારે ન શૂટ બગાડતાં તને વિચાર નથી થતો ? ચાલ હવે આઘી ખસ, મને અપશુન્ન થાય છે ? એમ કહીને કમલ માતાને અડક્યા વિના ત્યાંથી ચાલતું થઈ ગયું. જાન રવાના થઈ ગઈ. માતાને આશા હતી કે પુત્ર હવે સમજણ થઈ ગયું છે. આજે જરૂર મારી સાથે પ્રેમથી વાતે કરશે પણ એ તો જનેતાનું ભારોભાર અપમાન કરી ચાલતા થઈ ગયા. કારણ નાનપણથી નંખાયેલા અવળા સંસ્કાર તેના મગજ પર મજબુત થઈ ગયા હતા. મારા આવા વર્તનથી મારી જનેતાને કેટલું દુઃખ થશે તેને વિચાર સરખો પણ તેને ન આવ્યું. આ છે અપમાનની પરાકાષ્ટા. સ્વચ્છેદી પતિના પનારે પડેલી આવી સન્નારીઓ આજે કેટલીયે રીબાતી હશે.