________________
પ્રકરણ છઠું
આત્મ સમર્પણ જન ગઈ, પાછળ ઘેર ત્રણ રહ્યા, પ્રગુણાબેન, તેની સાસુ અને વિધવા નણંદ, સાસુ નણંદ ઘરમાં સુતા હતા અને અપમાનીત પ્રગુણાબેન ઘર બહાર ઓસરીના ઓટલા પર હતાશ બની આળોટતી વિચારી રહી છે કે, ધણીએ તે મા ચામડીને શ્યામ રંગના કારણે ત્યાગ કર્યો. મારા આશાના દેર સમા પુત્રે પણ મારો તિરસ્કાર કર્યો તે આ જીવનમાં જીવવા જેવું શું છે?
હે જીવ! તું ખેટે ખેદ શા માટે કરે છે ? મહાસતી મલયા સુંદરીને કેવા ભયંકર દુઃખ સહન કરવા પડયા. જગદંબા અંબા સતીને સાંભરતાયે કંપારી છુટે એવાં દુઃખ પડ્યા. મહાદેવી મયણ સુંદરી, દમયંતી સતી જગત માતા સીતા દેવી, અરે! કલિકાલની સતી મીરાંબાઈને ઝેરના પ્યાલા પીવડાવવામાં આવ્યા. આમ અસંખ્ય સતીઓને સીતમગાર નરાધમોના ભયંકર સીતમની અનેક યાતનાઓ ભેગવવી પડી છે. છતાં છેવટે તો સત્યને અને સગુણને જ જય થયો છે, માટે હે આત્મન ! તું ધીરજ ધર ! દુઃખી ના થા ! આમ પિતાના મનને સમજાવતી રાત્રી પસાર કરી રહી છે.
નગરવાસીઓ સૌ નિદ્રાદેવીને ખેળે પિઢી ગયા છે. નિરવ શાંતિ પ્રસરી રહી છે તેવે સમયે એકાએક ઘરને આગ લાગી. ઘર ભડકે બળી રહ્યું છે. સાસુ નણંદને આગના ભડકા ઘેરી વળ્યા. બચાવો બચાવની કારમી ચીસે સાસુ નણંદની સંભળાઈ. પ્રગુણા બહેને નિર્ણય કર્યો કે આ કાયાને બધા કદરૂપી કહી તિરસ્કારે છે...ખુદ દીકરો પણ મોટું જોવા