________________
૧૫૦ શ્રી શાંત્યાનંદ ભવ બંધન, પ્રકરણ પાંચમું ખાંતિશ્રી ધીરજ ધાર, સમય લઈ શુદ્ધ પાસે રે; પાર્ધચંદ્ર સૂરિ સુપસાય, અક્ષય સુખમાં મહાલે રે. સ ૧૫.
મહાસતી કુટુંબીઓ તરફથી અતિ ત્રાસ હોવા છતાં પૃથ્વીની માફક બધું સમભાવે સહન કરતી. પૂર્વે થઈ ગયેલી દ્રૌપદી આદિ મહાસતીઓના ગુણને સંભારતી, મનને સમજાવતી વર્ષો વિતાવવા લાગી.
હવે પુત્ર કમલ વિસ વરસને થતાં જયપુર નગરના જયશેખર શેઠની પુત્રી જ્યકળાની સાથે તેનું વેવિશાળ થયું. લગ્ન લેવાયા. તેના માટે અનેકવિધ તૈયારીઓ થવા લાગી.
પ્રકરણ પાંચમું
અપમાનની પરાકાષ્ટા અસાર આ સંસારમાં, સુખ નથી લવલેશ; છતાં જીવ સુખ ભ્રાંતિ ધરે, પામે અતિશે કલેશ. ૧. માતા પિતા સુત બાંધવા, સર્વ સ્વાથી સંબંધ છતાં મમતા મનમાં ધરે, મેહમાં બની અંધ. ૨ રે જીવ અભાગીયા, કેમ ધરે તું ખેદ, ખાંતિશ્રી ભગવંત ભજી, કર્મની વેલી છે. ૩