________________
શ્રી ક્ષાત્યાનંદ ભવ બંધન, પ્રકરણ પાંચમું ૧૫૧
કનસેનને ત્યાં આજે પુર બહારમાં વસંત ઋતુ ખીલી રહી હતી. તેના ખાઉધરા મિત્રની ખુશામતે માઝા મૂકી હતી. લગ્નના બહાને નટીઓના નાચગાન ચાલુ થઈ ગયા. મિત્ર
બે-બે ધન ખરચાવી પિતાની પાશવી વૃત્તિઓને તૃપ્ત કરવા લાગ્યા. જેમ હજામને અસ્ત્રા વિના, પખાલીને પાડા વિના, ગધેડાને રાખમાં આળયા વિના ન ચાલે તેમ કનકસેનને એ ઉલ્લંઠ મિત્ર વિના ન ચાલે. તેઓ જેમ નચાવે તેમ નાચે છે, સારૂં–નરસું, ખરું-ખોટું, કર્તવ્ય અને અને અકર્તવ્ય શું છે. તે સમજવાની શક્તિ ગુમાવી બેઠે હતો. લગ્ન મહોત્સવ ઉજવવામાં બધા આનંદ વિભેર બની કન્સેલ કરી રહ્યા હતા. ત્યારે પ્રગુણા સતી માટે તે પાનખર ઋતુ બેઠી હતી. સગી જનેતાને પુત્રના લગ્ન સંબંધે કાંઈ પણ પૂછવામાં આવ્યું નહિ એટલું જ નહી, તેણીને અપશુકનિયાળ ગણ દરેક કાર્યથી દૂર રાખવામાં આવી. ધરમાં પગ મૂકવાને પણ તેણુને હક ન હતું. આમ કરવામાં વાંક માત્ર જે કઈ હેય તે તેણીના શરીરને રંગ જરા શ્યામ હતો. પિતાનું અસહ્ય અપમાન થતું જાણી તેણું વિચારે ચડી, આ જગતમાં શું હું એકલી જ દુઃખી છું? ના, ના. ભારત વર્ષમાં કરોડે અબળાઓ મારી પેઠે જ દુઃખમાં દિવસે નિર્ગમન કરે છે. એક સુણે ઠીક જ કહ્યું છેઃ
વરવલ્લી સો ઘરવલ્લી, ઘરવલ્લી સે ગામવલ્લી; ગામવલ્લી સે રાજવલ્લી, રાજવલ્લી સે દેશવલ્લી.
જેના ઉપર પતિને પ્રેમ હોય તે સ્ત્રી દરેકને વહાલી લાગે છે; પણ જે પતિ પોતાની પત્નીને અનાદર કરતે હોય તો તે સ્ત્રી સુશીલ હોય, સગુણ હોય તે પણ દરેક તેને અનાદર જ કરે છે. તે સ્ત્રીને કઈ રણું–ધણું હેતે