________________
શ્રી ક્ષાત્યાનંદ ભવ બંધન, પ્રકરણ ચોથું
૧૪૯ કેળ સમ કમલ કાય, ફૂટી નથી મુછની દોર રે, આશા ભર્યા આ પુત્ર રતન, મારી ટુટે કાલજાની કેર રે. સ૩ એક ક્ષણ ન રાખતી દૂર, ક્યાં શોધું હવે તમને રે; મારૂં જીવન બન્યું ઝેર, કેમ સમજાવું મનને રે. સ૦૪ છાતી ફાટ રડતી એમ, ત્યાં ભીમસેનજી આવ્યા રે; જાણું તેણે સઘલી એ વાત, દુશમનને પકડી લાવ્યા રે. સ૦૫ કહા સતી શી ઈચ્છા છે તુજ, પુત્ર ખૂનીને લાગે કહે તો કરવતે વેરૂં શિશ, તમારી સન્મુખ રે. સ૬ કહે તે એહના રૂધિરથી આજ, સ્નાન કરાવું તુજને રે, કહો તે શલા ઉપર બેબીની જેમ, પછાડી મારું એને રે. સ૦૭ તારા નિર્દોષ બાલુડા પાંચ, માર્યા એણે દુષ્ટ રે; ન કર્યો કંઈ દીર્ધ વિચાર, કર્મચંડાલ એ છૂટે રે. સ૦૮ કહે તે સતી રાઈ રાઈ જેવડા, કટકા કરૂ એહના રે; જેમ શાંતિ થાય મન તુજ, તેહવા કરૂં હાલ તેહના છે. સ૦૯ સાંભળી સ્વામી ભીમના વેણ, સતી દ્રૌપદીજી ધ્રુજી રે; બે કર જોડી વિનવે એમ, પિયુ ચરણને પૂજી રે. સ૦૧૦ સ્વામી શક્તિવંત છે આપ, પણ વેરથી વેર ન છીપે રે, જૈન ધર્મને એહ છે સાર, ક્રોધ રિપુ જીપે રે. સ ૧૧ અશ્વથામાએ માર્યા પુત્ર, રડતી કરી મુજને રે, તેમ એ દુષ્ટને કરાવી નાશ,ઈચ્છા નથી વિનવું તુજને રે. સ૦૧૨ હું પુત્રના ખૂનથી ગુરૂ દિનરાત, તેમ એમની માતા ગુરે રે, એ દુઃખ જોયું મુજ નવ જાય, છોડી મુકે મારી હજુરે રે. સ૦૧૩ ધન્ય સતી દ્રૌપદી સતી નાર, ક્ષમા ગુણ ભંડારી રે, ધન્ય ધન્ય તસ અવતાર, વંદન હજો હમારી રે. સ૦૧૪