________________
પ્રકરણ ચોથું સહન શીલતાની પરાકાષ્ટા? જે પ્રભુ પ્રભુ સદા સમરે, નિત્ય જપે નવકાર પ્રગુણ સતી ખરેખર, ધરતી શુભ વિચાર. સાસરે સુખ રહયું નહી, પીયર પણ રહ્યા દૂર, ખાંતિશ્રી કહે તે પણ સતી, દુઃખ ન ધરે કદિ ઉર.
સર્વ કુટુંબીજનેથી તજાયેલી મહાસતી જરા માત્ર પણ કેઈના પર દેષારોપણ કરતી નથી. દરેકની હોંશથી સેવા ચાકરી કરે છે. મનમાં વિચારે છે કે, જીવ અનાદિ કાળથી કર્મવશ બની રૌરવ નર્યાદિના દુઃખે ભગવતે આવ્યું છે. તે તેની આગળ આ દુઃખ શા હિસાબમાં? ખાવા રોટલો મળે છે, રહેવા જગ્યા મળે છે, સુવા પથારી મળે છે. ઇન્દ્રિય બરાબર છે મને કઈ જ દુઃખ નથી. મારે કે શત્રુ નથી. જેના ભયંકરમાં ભયંકર શત્રુ હતાં તેવાઓને પણ મહાસતી દ્રૌપદીએ ક્ષમા અને ધીરજ ધારણ કરી ક્ષમા આપી જીવતા છોડાવી મુક્યા. ધન્ય છે સતી દ્રૌપદીને ! એમ વિચારતી. સતી દ્રૌપદીના ગુણ ગાવા લાગી.
(તર્જ) (સખી સુખીયા જગતમાં સંત, દર્શન દુઃખીયા રે.) સતી દ્રૌપદી કરે વિલાપ, વહે આંખે આંસુ ધારા રે, મારા કલૈયા કુમારને નાશ, કર્યો કેણે અસિધારા રે સતી દ્રૌપદી કરે વિલાપ, વહે આંખે આંસુ ધારા રે. ૧ મારા હૈયા કેરે જે હાર, મારી આંખેનાં તારા રે મારા જીવનના આધાર, પાંચ પુત્ર મારા પ્યારા રે. સ૦૨