________________
પ્રકરણ પહેલું ભવ બંધન
પરમાતમ પદ પામવા, સેવ પરમેષ્ટિ પંથક શ્રી જગતગુરૂ ત્રિભુવન પતિ, ટાળે સક્લ પ્રપંચ. ૧લાભશ્રીજી ગુરૂણ ભણી, કરબદ્ધ લાગું પાય; સંયમ પથ સમાપીને, આપ્યું જ્ઞાન સુખદાય. ૨. શારદા માતા દયા કરી, આપે વચન વિલાસ; કથા રચવા સતી તણી, ખાંતિશ્રી ધરે ઉલ્લાસ. ૩ શ્રી પંકપુર નગર વિષે, શ્રાવક પરમાનંદ, તેની પત્ની પદ્માવતી પામ્યા સુખ અમંદ. ૪ પ્રગુણું નામે પુત્રી ભલી, માત-પિતા હેત અપાર; પ્રમોદ સહુને આપતી, ખાંતિશ્રી સદ્દગુણ ધાર. ૫
એક કાળની આ સત્ય ઘટના છે. વાંચક વૃંદ સહ હે. તેનું પુરૂં વાંચન કરે એમ ગ્ય ગણું છું.
શ્રી પંકપુરમાં પરમાનંદ નામે શ્રાવક. પદમાવતી નામે. પત્ની સાથે સુખ પૂર્વક સંસાર વ્યવહાર ચલાવતો હતો. વર્ષો બાદ સુસ્વપ્ન-સુચિત પ્રગુણા નામની એક પુત્રી રત્નની પ્રાપ્તિ થઈ. માતા-પિતાના હૈયાના હાર સમી તે પુત્રી. અતિ લાડકેડથી, લાલન-પાલનથી ઉછરતી કલ્પવેલીની. માફક વૃદ્ધિ પામતી સૌને આનંદ પમાડતી હતી. સુસંસ્કારી, માતાના અપેલા સુસંસ્કાર વડે વિનય, વિવેક, સહિષ્ણુતા