________________
૧૪૦
ભવ બંધન, પ્રકરણ પહેલું ગુણથી દીપિકા સમાન દીપવા લાગી. ખંતપૂર્વક વિધાભ્યાસ કરતા ટુંક સમયમાં વ્યવહારિક જ્ઞાન સાથે ધાર્મિક જ્ઞાન પણ ઠીક ઠીક મેળવી લીધું.
સતેજ બુદ્ધિ હૈયે ખંત, વિનય વિવેક ધરે ઉમંગ, ખાંતિશ્રી કહે તે સદા, છતે સઘળો જંગ. ૧
ઉપર કહેલ ગુણધારક પ્રગુણા સુંદરી જે કામ હાથમાં લે તે (પુરૂં કરીને જ જપે. દરેક કાર્યમાં ચીવટ એવી રાખે કે ફરી તેને જોવાની જરૂર જ ન રહે. બધાં ઘરકામે પોતાના હાથે જ કરે. નોકર-ચાકર હોવા છતાં પિતાની એકની એક વહાલી પુત્રીને જાતે જ બધાં જ કામ કરતી જઈ પરમાનંદ શેઠે પ્રેમથી પુત્રીને કહ્યું, બેટા ! તારે આવા કામ ન કરવાં. આપણા કરે જાતે જ કરી લેશે, તારે તે ફક્ત દેખરેખ જ રાખવી. જે કાર્યો કરવાના હોય તે નોકરી પાસે કરાવી લેવા.
પિતાના નેહાળ વચને સાંભળી પ્રફુલ્લ વદના પ્રગુણા સુંદરીએ નમ્રતાથી જણાવ્યું પિતાજી ! હું આપની લાગણી માટે ખૂબ જ આભારી છું. આપનું કહેવું કદાય વ્યાજબી પણ હશે, છતાં હું મારા વિચારો આપની સમક્ષ રજુ કરૂં છું તે કદાચ આપશ્રીને યોગ્ય લાગશે એમ હું માનું છું.
કરો ચીઠ્ઠીના ચાકર કહેવાય છે, જે બતાવ્યું જ કામ કરે, ને તેને તે પ્રમાણે કરવું પણ પડે, પણ આપણા હૈયામાં જે કાર્યની કાળજી હોય તેવી કાળજી તેઓના હૈયામાં ન જ હોય. વળી સર્વજ્ઞ ભગવતે ગૃહસ્થાશ્રમીઓને જીની રક્ષા કરવાનું ફરમાવેલ છે, તે જીની રક્ષા ઉમળકા પૂર્વક આપણે જાતે જ કરીએ તે જ થઈ શકે. શરીરની છતી - શક્તિએ કામ ન કરીએ તો એદીપણું આવી જાય. ખાધું પીધું