________________
શ્રી ક્ષાંત્યાનંદ પુષ્પ વાટિકા, પ્રકરણ આઠમું ૧૩૫ રડતું હતું, તેને કઈ દિલાસ આપનાર ન હતું છતાં થઈ ગયેલા પાપ કે, પરમ-પવિત્ર નવકાર મંત્ર યાદ નથી આવતાં.
પ્રવાહી જેવું ગળા નીચે ઉતરતું નથી છતાં કે તેની સામે જેનાર ન મળ્યું. સૌ કહેતાં કે તે પોતાના પાપનું ફળ ભેગવી રહ્યો છે.
લોકેન અનાદર પામેલોને દિન-પ્રતિદિન વધારે વ્યાધિથી ઘેરાતે ચોધાર આંસુ સારતે એ હરસુખ એક બાજુ ગંદા ગદડામાં પડેલા કૂતરાની જેમ મૃત્યુ પામી દુર્ગતિમાં ગયે.
અંત સમયે એને કેઈ નવકાર સંભળાવનાર પણ ન મળ્યું ત્યારે એના જીવનમાં કેટલી પાપની ભરતી આવી હશે?
વાંચક મહાશયો ! આ ઉપરથી સાર ગ્રહણ કરવાને કે ટુંકી જિંદગીમાં સ્વાર્થોધ બની, વિષય કષાયમાં અંધ બની, ઈર્ષ્યા-અદેખાઈથી પરને હેરાન કરી, ગરીબ જીની હાય લઈ અમૂલ્ય એવા માનવ જીવનને વેડફી સંસાર ચકમાં પટકાઈ હરસુખની જેમ દુઃખી થઈ જાય છે એના મર્યા પછી પણ એના નામથી દુનિયા ત્રાસી ઉઠે છે. હસમુખ શેઠ જેવાં સજજન પુરૂષનું નામ સાંભળતાં લોકેના હૈયા હસી ઉઠે છે. એ સજ્જન સ્વ-પરના કલ્યાણી બની, અનાથના નાથ બની એ શેઠ-શેઠાણીની જેમ સદ્ગતિના ભાજન બને છે તેઓ મર્યા છતાં પણ જીવતાં હોય છે. એનું નામ યાદ કરી દુનિયા આંસુ સારે છે. હવે તમારે હસમુખ શેઠ જેવા બનવું છે. કે પછી હરસુખ જેવા કુટુંબ દ્રોહી? તે તમારા હૃદયમાં વિચારીને જે રેગ્ય લાગે તેવા બને. આ કથામાંથી સાર ગ્રહણ કરી જે ભાવિ જીવન સુધારશે તે આત્મ લક્ષ્મીને પ્રાપ્ત કરશે. આ સત્ય ઘટનાને કલ્પિત માનશે નહી. અસ્તુ.