________________
૧૧૮ શ્રી શાંત્યાનંદ પુષ્ય વાટિકા, પ્રકરણ ચેકું સુશીલા નામે પુત્રીની સાથે ક્ય. સુશીલા સુસંસ્કારી ક્ષમાશીલ અને વિનયવાન હોવાથી સાસુ હીરા શેઠાણીના હૈયામાં ટાઢ વળી. પિતાના સુપુત્રને સગુણ વહુ સાંપડવાથી શેઠ-શેઠાણીને ખૂબ જ આનંદ થયો.
પ્રકરણ ચોથું
હત્યારે સુશીલા સતી સાસુ-સસરા, જેઠ-જેઠાણીની સેવા બજાવવામાં પુરું ધ્યાન આપતી. કામકાજમાં પણ પૂરતી કાળજી રાખી કેઈની રાહ જોયા વિના બધું જ કરી લેતી. જેથી સાસુને સ્નેહ તેણીના ઉપર અધિક રહે. આથી જેઠાણ તેના ઉપર દ્વેષ રાખતી, અને પિતે માંદી ન હોવા છતાંયે આજે પેટ દુઃખે છે, આજે માથું દુઃખે છે, એમ ખોટા બહાના કાઢી સૂઈ રહેતી અને કામમાં જરા મોડું વહેલું થાય તે દેરાણીને ધમકાવી નાખતી, દિયર ઉપર પણ અતિ ઈર્ષ્યા કરતી. જમવાના સમયે જરા મેડે વહેલે આવે તે પણ વધ્યું ઘટયુ, ટાઢું તેને ખાવા આપતી. દેરાણી અને દિયરની ખોટે ખોટી વાતો ધણીને સંભળાવતી. તે પહેલેથી જ દૂર સ્વભાવને તે હતે જ. તેમાં પિતાની સ્ત્રીની વાતને બેટી છતાં સાચી માની નાનાભાઈને ત્રાસ આપવામાં બાકી રાખતે નહી. આમ કરતાં બે વર્ષ પસાર થઈ ગયા ત્યાં મહાસતી સુશીલાને એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. આથી અગ્નિમાં ઘી હેમાયાની જેમ કનકલતા. જેઠાણીનું હૈયું ઈર્ષાથી સળગી ઉઠયું.