________________
શ્રી શાંત્યાનંદ પુષ્પ વાટિકા, પ્રકરણ ચેાથું ૧૧૯
પિતાને સંતતિમાં કાંઈ ન હોવાથી અને દેરાણીને પુત્ર સાંપડવાથી તે વધારે ઝેરીલી બની પિતે ઘરની માલિક હોય તેમ શેઠાણી પદ ભોગવવા લાગી અને દેરાણું ઉપર હુકમ છોડ્યા કરતી. લઘુ પુત્ર અને વહુના આવા દુઃખને જોઈને શેઠ-શેઠાણીએ વિચાર્યું કે આપણું જીવતાં બંને જણ આને આ ત્રાસ આપે છે તે આપણા મૃત્યુ પછી એના શા હાલ કરશે ! આપણું નાના પુત્રને જુદે કરી દઈએ તે ઠીક !
હવે એક દિવસ સાંજના સમયે બધા બેઠા હતાં ત્યારે અવસર જોઈને હસમુખ શેઠે મેટા પુત્ર હરસુખને કહ્યું કે તારા નાના ભાઈને એના ભાગમાં આવે તે મુજબ ઘર વખરી અને માલ-મિલક્ત વહેંચી આપી જુદો કરી નાખવા વિચાર છે. અમારી હૈયાતીમાં બન્ને ભાઈઓ જુદા થઈ જાઓ તે સારૂં. આ સાંભળતાની સાથે આંખના ભવાં ચઢાવી કેધથી ધમધમતે હાથ પછાડી બેલી ઉઠયે કે આ ઘરમાંથી એક પાઈ પણ મળી નહીં શકે. બધી જ માલમિલકતને હક્કદાર હું છું. કઈ પણ વસ્તુને જે હાથ લગાડ્યો છે તે પુરેપુરી ખબર લઈ લઈશ. એ દીકરે બહુ વહાલો હોય તે તેને લઈને આ ઘરમાંથી પહેરેલે કપડે. નીકળી જાઓ. શેઠે તે સાંભળીને જવાબ આપે કે, આ બધું મારું કમાયેલું છે. તે હજી સુધી એક પાઈ પણ પેદા કરી નથી છતાં હજારો રૂપિયા તેં ઉડાડી મૂકયા. છે. આ સાંભળી હરસુખ તાડુકી ઉઠે કે, ખબરદાર છે, એકપણ શબ્દ આગળ વધ્યો તો, તમારું કાંઈ પણ સાંભળવા હું તૈયાર નથી. એમ કહી પિતાને ચાર લાફા લગાવી. ધક્કો મારી નીચે પછાડી બહાર ચાલ્યા ગયા.