________________
શ્રી ક્ષાત્યાનંદ પુષ્પ વાટિકા, પ્રકરણ ત્રીજું ૧૧૭
હરસુખની સોળ વર્ષની ઉમ્મર થતાં તે એક ડાકુ જેવા અધમ કર્મો કરવામાં પાવર બની ગયો. સ્વચ્છંદપણે જ્યાં ત્યાં ભટકવા લાગ્યા, અને ગામ-લેકોને પણ ત્રાસદાયક થયો. આ કુપુત્રના આચરણે સજજન માતા-પિતાના હદયે ઘવાયા. સુખી જીવન દુઃખમયક બનતું દેખાયું. તેઓએ વિચાર કર્યો કે, જે તેના લગ્ન કરી નાખીએ ને વહુ ઘરે આવે તે કાંઈક ઠેકાણે પડે. એમ વિચારી કન્યાની શોધ ચલાવી, પણ આ કુપાત્રને કન્યા આપવા કેઈ તૈયાર થતું નથી. એક લેભી મગન નામના ગૃહસ્થ પૈસા લઈપિતાની પુત્રી નકલતાન સગપણ હરસુખ સાથે કર્યું તેની સાથે લગ્ન કરી વહુને ઘેરલાવ્યા. વહુ ઘણું જ ઉછાંછળા સ્વભાવની અને નિષ્ઠુર હૃદયવાળી નીકળી. સાસુએ તેનામાં સુંદર સંસ્કારે રેડવા ઘણાં જ પ્રયાસો કર્યા પરંતુ પાડાની પીઠ પર પાણી રેડયા જેવું થયું. દિવસે દિવસે વાત વાતમાં દરેકની સાથે કજિયા-કંકાસ વધારવા લાગી. કઈ દુઃખીસુખી ઘર આંગણે આવે તે તેને હડધુત કરી કાઢી મૂકતી. હરસુખ પણ કેઈને ઉંબરે ચડવા દેતે નહીં. વહુના પનેતા પગલા થતાની સાથે એ દાનેશ્વરી શેઠના દાન આપવા માટે દ્વાર બંધ થઈ ગયા, હસમુખ શેઠ કોઈને કાંઈ આપવા જાય તે હરસુખ તેના હાથમાંથી જે હોય તે ઝુંટવી લેતે, હડધુત કરતો અને ધમકાવતું કે, મારું ઘર ખાલી કરવા બેઠા છે. ખબરદાર છે ! કે, જે કઈને કાંઈ આપ્યું છે તે, અને આવનારને પણ ગાળ દઈ ધક્કા મારી ઘરમાંથી કાઢી મુકો. હીરા શેઠાણીની પણ દીકરા વહુ એ જ દશા કરતાં. આવા ત્રાસથી માત-પિતા બે આંસુએ રડતાં. બિચારાઓનું કંઈક ચાલતું નહીં. માણસોની આવ-જાવ પણ બંધ થઈ ગઈ. મેટા દિકરાને પરણાવ્યાને બે વર્ષ થઈ ગયા પછી નાના દિકરા હરદુઃખના લગ્ન અમીચંદ શેડની