________________
[૧૦૩]
દણ ગ્રહ, ગતિ દુપદ્રવ, અશુભ શુકન, કુસ્વપ્નને, કર્યા દૂર જેણે સહજમાં શુભ લક્ષમીના સંપાદને; એ શુભ શાંતિનાથ નામ, ઉચ્ચાર જય વરતાવતે, ને શાંતિનું સામ્રાજ્ય સ્થાપી, સંપદા સુખ આપતો. ૧૯
શ્રી સંઘ જગત ને દેશ અધિપતી, રાજ્યના નિવાસના, ધાર્મિક સભાના સભ્ય તેમજ, મહ૬ પુરુષે નગરના લઈ નામ શાંતિ સ્થાપવા, ઉષણ કરતા થકા, શાંતિ શાંતિ શાંતિ વ્યાપ, શાંતિપદ કરા. ૨૦
શ્રી મણસંઘને શાંતિ થાઓ, શાંતિ દેશમાં થજે, ને શાંતિ રાજારૂપ અધિપતિઓ, વિષે પણ સ્થાપો, શાંતિ થાઓ ભૂપતિઓના, શ્રેષ્ઠ સ્થળ વસવાતણાં, શાંતિ થાઓ ધર્મ સભાના, સભ્ય મનુજે સર્વમાં. ૨૧
શાંતિ થાઓ નગરના હેટા જનેમહાપુરુષમાં, ને શાંતિ થાઓ શાંતિ થાઓ, નગરના સહુ લોકમાં; શાંતિ થાઓ શાંતિ થાઓ સમત એ જીવલેકમાં, આ વાહા, છે સ્વાહા, છે શ્રી પાર્શ્વનાથાય સ્વાહા. ૨૨
આ શાંતિ પાઠ પ્રતિષ્ઠા, યાત્રા, સ્નાત્રાદિ અંતે ભણે, વિશિષ્ઠ કઈ ગુણવાન શ્રાવક, શાંતિ કળશ ગ્રહિ અને કેસર, બરાસ, સુખડે, અગુરુને, ધૂપ સુંગધી દિસે, કુસુમાંજલિ સુદ્ધાંત એ, સ્નાત્ર મંડપને વિષે.