________________
[૧૦૪] શ્રી સંઘ સહિત પવિત્ર નિર્મળ, અંગ છે એવું છે, પુષ્પ વસ્ત્ર ચંદનને વળી, આભૂષણે અતિ શેતે; ધરી પુષ્પમાળા કંઠમાંને, શાંતિ પાઠ તણું કરે, ઉદ્દઘષણ પછી મસ્તકે, જળ શાંતિ કળશ તણું ધરે. ૨૪ મંગળિક ગીત ગાય, વૃષ્ટિ રત્ન, મોતી, પુષ્પની, કરતા અને નામાવલી, જિનેન્દ્રના વંશે તણું; સ્તોત્ર મંત્ર ઉચ્ચરે, જિનસ્નાત્ર મહત્સવ આખરે, નૃત્ય પૂજા કલ્યાણના, ભજનાર ભવ્યજન કરે. ૨૫
કલ્યાણ થાઓ સર્વ જગતનું પ્રાણીના સમુદાય એ, તત્પર બને સહુ પારકાનું, હિત કરવામાં અનેક દેશે વિશેષે નાશ પામે, દુર્ગતિ દુઃખ વ્યાધિના, સહુ કાર્યમાં થાઓ સુખી, સવે સ્થળે જીવલોક આ. ૨૬
હે નેમિનાથ પ્રભુની માતા. શિવાદેવી નામની, સાનિધ્યને કરનાર, વસનારી તમારા નગરની; તેથી મારું ને તમારું કલ્યાણ પણ થાઓ અને, કલ્યાણ થાએ સર્વ સ્થાને, વિન પામે નાશને. ૨૭
છેદાય વેલે વિદનની, ઉપસર્ગ પણ ક્ષય પામતા,
દુર્લભ પ્રસન્ન દિલ પામતું, જિનેશ્વરોને પૂજતાં; મંગળિક સહુ મંગળ વિષે, કારણ સકળ કલ્યાણનું, જયવંત વતે ધર્મમાં સહુ, શ્રેષ્ઠ શાસન જિનનું. ૨૮