________________
[૧૦૦] સોહમપતિ બજવે પછી, ઘંટા સુષા નામની, રૂડે પ્રકારે સુર અસુર, ઈન્દ્રો મળેલ તમામની; જિન જન્મસ્થાને સાથમાં, આવી અને કરસંપુટે, એ પરમ વિનય સહિત, અહ૬ રૂપ ભટ્ટારક ગ્રહે. ૪
મેરુ શિખરે જઈ કર્યો પછી, જન્મ મહોત્સવ જેમણે, માટે સવારે કરી શાંતિને એ, સ્નાત્રના અંતે ભણે; તેથી કરેલું અનુકરણ, જિમ થાય તેવું હું કરી, જે પંથ મહાન જને ગયા, એહિ જ પંથ અનુસરી. ૫
એ નિમિત્તે ભવ્ય પ્રાણીઓની, સાથ આવી સનાત્રની, પીઠિકા પર સ્નાત્ર કરી, ઉદ્દઘાષણ કરું શાંતિની; પૂજા યાત્રા સ્નાત્ર મહોત્સવ, આદિ કાર્ય પછી કેમે, તે કાન દઈને સાંભળે, સાંભળે સ્વાહા તમે. ૬ છે ઉત્તમ દિવસ ઉત્તમ દિવસ છે, ધન્ય દિવસ આજને, સંતુષ્ઠ થાવ સંતુષ્ઠ થાવ, ભગવાન જે તીર્થકરે; સહુ જાણુ, સહુ જેનાર, ત્રિભુવનનાથ ને ત્રિલોકમાં પૂજાયલાને પૂજ્ય ઈશ્વર, ત્રણ જગત અજવાળતા. ૭
ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભુ, સુપાર્શ્વ, ચંદ્ર, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય વિભુ, વિમલ, અનંત ને ધર્મ, શાંતિ, કુંથુ અર, મલ્લિનાથને, સુનિસુવ્રત, નમિ, નેમિ પાશ્વને, વર્ધમાન, જિનેન્દ્ર એ. ૮