________________
[ ૯૭] હે મુનીશ ! એહ અપાર ભવસાયર, વિષે તવ નામથી, હું માનું છું કે શ્રવણ ગોચર, પ્રાપ્ત મુજ થયા નથી; પવિત્ર મંત્રરૂપી તમારું નામ પણ સુણતાં છતાં, આવે અગર શું આપદારૂપી સણિ સન્મુખ થતાં. ૩૫
હે દેવ! વાંછિત પૂરવામાં, ચતુર ચરણે આપના, જન્માંતરે પણ મેં કરી નહિ, માનું છું તસ પૂજના; હે મુનીશ! મથન કરેલ આશય, ચિત્તને એ રહ્યા, તેથી જ હું આ જન્મમાં, સ્થાનક પરાભવનું થયું. ૬
માહાંધકાર વડે છવાયલ, નેત્ર એવા તેહથી. એકવાર નિશ્ચય હે પ્રભુ! મેં આપને જોયા નથી; નહિતર વિશેષ ઉદય થાતા, કર્મબંધ પ્રવૃત્તિઓ, મુજ મર્મસ્થળ ભેદક દુઃખે, પીડા કરે છે કેમ એ? ૩૭
સાંભળ્યા પૂજયા અને, નિરખ્યા હશે પણ આપને, ભક્તિ વડે ધારણ થયા નથી,નિશ્ચયે મમ ચિત્તને તે નિમિત્ત હે જનબંધુ! હું આ દુઃખનું ભાજન થયે, વિશિષ્ટ ફળને યોગ, ભાવરહિત ક્રિયામાં નથી રહ્યો. ૩૮
હે નાથ ! દુઃખી જનપર દયાળુ, હે શરણ લાયક તમે, હે શ્રેષ્ઠ સ્થળ કરુણા તણાં, હે શ્રેષ્ઠ મુનિ સમુદાયમે; પ્રણામેલ ભક્તિથી મુજ ઉપર, હે ઈશ મહાન્ ! કૃપા કરે, તત્પરપણું દુઃખત્પત્તિનાં, નિમિત્ત દળવામાં ધર. ૩૯