________________
[૬]
વિશ્વેશ હે જનપાલક ! પણ આપ દુર્ગત દીસતા, હે ઈશ ! સ્વભાવે અચળ પણ, તું જ કામ લેપ રહિતતા; કીધે છતે મુરખ જનને, બાધ કેવી રીતે અરે, રિલેક બેધક નિત્ય નિશ્ચય, જ્ઞાન આપ વિષે સ્કુરે. ૩૦
થયું ગગનમંડળ વ્યાપ્ત, એવી ધૂળની વૃષ્ટિ કરી, શઠ કમઠ દૈત્યે આપના, ઉપર અતિ રેષે ભરી; હે નાથ ! કાતિ પણ તમારી, નથી હણાણી તેહથી, પરંતુ હતાશ થયે દુરાત્મા, વ્યાપ્ત નિશ્ચય એહથી. ૩૧. ભયંકર વિશેષ પ્રબળ, મેઘ સમૂહ ગાજે જે વિષે, વીજળી ગગન પડતી અને, ધારા મુસળ ભયભીત દિસે; હે જિન ! વરસાવેલ જળ એ, જે નિમિત્ત કમઠા સુરે, થયું દુ:ખરૂપ તેને જ તરવા બૂરી અસિ જિમ સંહરે. ૩૨.
વિરૂપ છૂટા કેશો વડે, ઝુમણા મનુષ્યના શિરના, ધરનાર, ભડકા મુખથી, નીકળે ભયંકર અનિના; પ્રેરેલ દૈત્ય સમૂહ એ, આપને કમઠાસુરે, દુઃખ નિમિત્ત એ સંસારના ભવભવ વિષે તેને ઠરે. ૩૩.
હે ત્રણ ભુવનના સ્વામી! જે અન્ય કાર્ય બધા તજે, વિધિવત પૂજે ત્રિકાલ, ચરણ, યુગલ તમારું અને ભજે, શિમાંચ વ્યાપ્ત શરીર થાતું, ભક્તિના ઉલ્લાસમાં, ધન્ય ધન્ય એ ભવિ પ્રાણીઓને, હે પ્રભુ! આ જગતમાં. ૭૪