________________
[
૫]
હે હે ને ! આળસ તજી, આ તમે આંહી અને, -ભજે શિવપુર પ્રત્યે જતા, જિન પાર્શ્વ સારથવાહને; - સુરદુંદુભિને શબ્દ એ તું જ, ગગનમાં વ્યાપી રહે, - હે દેવ ! ત્રણ જગતને, હું માનું છું એવું કહે. ૨૫
હે નાથ! ત્રણ ભુવન પ્રકાશિત, આપથી પામ્યા છતાં, તારા સહિત શશીની થતા, અધિકારમાં અતિ હીણતા; મેતી સમૂહે ઉલ્લસિત, ત્રણ છત્રના મિષે કરી, --આવેલ નિશ્ચય પાસ, ત્રણ પ્રકારના તનને ધરી. ૨૨
પિતા તણાં જ પ્રતાપ કાન્તિ, યશ સમૂહ ત્રણ જગતમાં, -પૂર્યા પ્રર્ષે જેમણે થઈ તેથી તસ એકત્રતા
એવી રીતે માણિકથ, હેમ, રજત વડે નિર્મિત થતા, -ત્રણ ગઢવડે ચારે તરફ, ભગવંત અતિશય શોભતા. ૨૭
હે જિન ! સુરેન્દ્રો નમન કરનારા, તમોને તેમની, રને રચેલા તાજ પણ તજી, દિવ્યમાળા પુષ્પની;
આશ્રય કરે ચરણે તમારા, અગર એ બીજે સ્થળે, -રમતા નથી નિશ્ચય વિબુધે, આપના સંગમ મળે. ૨૮
હે નાથ ! ભવસાયર થકી, ન્યારા વિશેષ તમે છતાં, - યુક્ત-નિજ પીઠે વળગતા, પ્રાણીઓને તારતા; વિશ! તારે માટીના ઘટ, કર્મપાક સહિતથી, : આશ્ચર્ય! આપ જ નિમિત્ત વિભુ! રહિત કમવિપાકથી. ૨૯