________________
[૬૪]
હે પ્રભુ! સઘન ચેમેર થાતી, પુષ્પવૃષ્ટિ સુરવડે, આશ્ચર્ય! બટ મુખ હેય નીચું, કેમ એ તેમ જ પડે, હે મુનીશ! અગર એ નિમિત્તે સાક્ષાત્ આપ સમીપ છતાં, નીચે જ નિશ્ચય બંધનો સુર પુષ્પ, ભાવિજનના જતાં. ૨૦
જે આપના ગંભીર હદય રૂ૫, જલધિથી ઉત્પન્ન થતી, અમૃતમય કહેવાય એ, વાણું તમારી છાજતી; જે નિમિત્તે એ વાણુનું, કરા પાન પરમાનંદને, - ભજતા થકા પામે ભવિજન, શીધ્ર અક્ષય સ્થાનને. ૨૧
હે સ્વામી! અતિ નીચા નમી, સુપ્રકાર ઊંચે ઉછળતા, - ચામર સમૂહ પવિત્ર વિબુધ, વજેલ માનુ દાખતા; હે શ્રેષ્ઠ સંતને વિષે, નમસ્કાર તમને જે કરે, શુદ્ધ ભાવવાળા જે જને, નિશ્ચય ગતિ ઊંચી વરે. ૨૨
સુવર્ણમય નિર્મળ બનેલા, રત્નના સિંહાસને, બિરાજતા નિલવર્ણ, ગંભીર વાણવાળા આપને, આતુર થયેલા ભવ્ય પ્રાણી, રૂપ મયૂર નિહાળતા, -નવીન મેઘ સમાન અતિશય, મેરૂ શિખરે ગાજતા. ૨૩
નીલકાન્ત ભામંડળ વડે, ઊંચે પ્રસરતા આપની, નિસ્તેજ થાય અશોક તરુ, કાતિ છવાતા પાનની, હે વીતરાગ ! અગર તમારા પણ સમીપે કુણ રહી, ચેતન સહિત એવા જને, વૈરાગ્યને પામે નહીં? ૨૪