________________
[ ૮૨] બાળક વિના જળમાં રહેલા, ચંદ્રના પ્રતિબિંબને, ગ્રહવા ચહે સહસાતકારે, કુણુ ખરે! બીજા મને. ? હે ગુણનિધિ ! ઉજજવલ મનોહર, ચંદ્રસમ ગુણ તારા, કથવા બહપતિ સમ મતિથી, કુણ સમર્થ થતા નરા; જળચર ભર્યો ઉછળેલ જલનિધિ, પ્રલયના વાયે કરી, પરિપૂર્ણ એ નિજ બે ભૂજાએ, કુણ સમર્થ શકે તરી. ૪ એવો હું તે પણ હે મુનીશ! તુજ ભક્તિને આધિન થતાં,
સ્તુતિ કરું છું આપની, નથી શક્તિ મુજ માંહે છતાં, નિજ બળ વિચાર્યા વિણ મૃગ શું સિંહ સામે થતું નથી? નિજ બાળના રક્ષણ નિમિત્ત, સ્નેહના ઊભરા વતી. ૫ શ્રુતજ્ઞાનીની હાંસી પાત્ર છઉં, હું અલ્પશ્રુત જ્ઞાને કરી, કરવા સ્તુતિ વાચાળ કરતી, ભક્તિ તુજ દિલમાં ભરી; મધુરા સ્વરે લલકારતી, કેકિલ ચિતર માસમાં, હેતુ મનહર આમ્ર મેર, જણાય તસ ઉચ્ચારમાં. ૬ હે જિન રૂડા! સ્તવને તમારા, દેહધારી છે તણાં, ક્ષય થાય ઘડીના ભાગ છઠું, પાપ જનમો જનમનાં; વ્યાપેલ ભ્રમર સમાન જગમાં, તિમિર ઘેર નિશાતણું, જિમ શીધ્ર દેવ પ્રભાતમાં, રવિકિરણ નાહતણું અણું. ૭ હે નાથ! પૂર્વ પ્રકાર, માનીને તમારા સ્તોત્રને, હું મંદ મતિવાળો તવાપિ, કરીશ તસ આર ભને; જળ બિન્દુ પત્ર કમળ રહેલું, મોતી સમ કાતિ ધરે. તિમ તુમ પ્રભાવે સ્તવન આ સપુરુષનાં ચિત્તને હરે. ૮