________________
[ ૮૩] દે સકળ વરજિત તમારું, સ્તવન તે અળગું રહ્યું, હરે પાપ જગજનના તમારું, નામ માત્ર કથન થયું રહે દૂર રવિ કિન્તુ પ્રભાએ, તેહની પ્રસરી જતા, સરમાં રહેલા કમળ સમૂહે, જે વડે ખીલી જતાં. ૯
હે! જગતના આભરણ રૂપ, તવ સ્તુતિ સત્ય ગુણે કથી, તપ થાય જગત જને, અચરજ અતિ તેમાં નથી; હે નાથ ! કઈ જગત વિષે, ધનવાનને આશ્રય ધરે, શું સ્વામીએ કરીને કહે, જે નિજ સમાન નહિ કરે? ૧૦
હે દર્શનીય પ્રભુ એકી નજરે, આપને વિલોકતાં, ભવિ નેત્ર તે અન્યદેવ દશનથી, પ્રસન્ન નથી થતાં; ઉજજવલ શશી સમ વારી, ક્ષીર સમુદ્રનું પીધા પછે, જળપાન લવણ સમુદ્રનું કરવા ન ઈચછે કેઈએ. ૧૧
હે નાથ ! ત્રિભુવન તિલકસમ, તુજ કાન્તિ શાંત રસે ભરી, નિર્મિત થઈ તવ દેહ જગમાં એહ પરમાણું કરી; પરમાણું તે નિશ્ચ કરી છે, એટલા પૃથ્વી વિશે, જેથી તમારા રૂપ સમ, બીજું નહિં જગમાં દિસે. ૧૨
સુર નર ઉરગના નેત્રહર, હે નાથ ! આપ મુખાકૃતિ, એ ત્રણ જગતની ઉપમાઓ, સકળને જિતી જતી; કયાં મુખ એ. ક્યાં! લાંછને કરી મલિન ચન્દ્રનું બિંબ જે, દેખાય ખાખરપાન સમ, પીળું પ્રભાત થયા પછે. ૧૩