________________
સ્મરણ સાતમું
છે ભક્તામર D
[હરિગીત છંદ]
ભક્તિ સહિત પ્રણમેલ, સુરના તાજ મણીઓની પ્રભા, કરનાર તસ ઉદ્યોત છે, હરનાર પાપ તિમિર ગણા આધાર રૂપ ભવસાયરે, પડતા ભાવિક જને પ્રતે, એ શ્રીયુગાદિ પાચકમલે, પ્રણમીને રૂડી રીતે. ૧ ગ્રહી સકળશાસ્ત્ર રહસ્યને, ઉપજેલ જસ નિપુણમતી, સુરલોકનાથે એહવા, ત્રણ લોક ચિત્ત હરણ થતી; સ્તુતિ કરી નિર્દોષ સ્તોત્ર વડે, સ્તવ્યા જિનરાજને, નિષ્ણે કરી પણ સ્તવીશ, તેવા પ્રથમ જિનરાજને. ૨ વિબુધ વિનયી સુરેવડે, જસપાદ પીઠ પૂછત છે, મતિ વિનુ સ્તવવા લાજ તજી, મમ ચિત્ત પ્રેરાયેલ છે,