________________
[૭૮] પુનઃ પુનઃ વંદાયેલા જસ, એવા માહ જિપક જિનરાય, અને નિવારણ કર્યા જેમણે, સર્વ પ્રકારે દુઃખ કષાય; એવા ઉત્તમ જે તીર્થોધીશ, શ્રી અજિતજિન જગદાધાર, હું પણ તસ પદ પંકજ માંહે, આદર સહિત કરું નમસ્કાર. ૨૯
[ મનહર છંદો. ઋષિ સમુદાય અને દેવના સમૂહરડે, સ્તુતિ અને વંદન છે, જેમને કરાયેલું; ત્યાર પછી સાવધાન, થઈ દેવીઓ નમેલ, મુક્તિ આપનાર જગ, શાસન જેનું ભલું, નર્તક વાદક શ્રેષ્ઠ, દેવ ને દેવાંગનાઓ, નૃત્યમાં કુશળ એવી, બહુ દેવી સાથમાં શ્રેષ્ઠ રતિક્રીડા રૂપ, ગુણને વિષે પંડિતા, ભક્તિવશે આવી મળી, એકત્ર સંગાથમાં. વેણુ ધ્વનિ વિણ પટ-હાદિ ચપટીના તાળ, ત્રિપુષ્કર નામા રમ્ય વાજિંત્રના નાદથી; મિશ્રિત કર્યો છતે એ કાનની એકાગ્રતાએ, સંભળાય એવું થયું, સર્વ એક સાદથી. શુદ્ધ ને અધિક ગુણવાળા ગીતે સહિત, પગમાંહે ઘૂઘરીઓ, જાળના આકારે છે, ઉપલક્ષિત વલય, કંદોરે કલાપ અને, ઝાંઝરના શબ્દ પણ, મનહર ભારે છે. એવી દેવ નર્તકીઓ, વડે હાવ ભાવ અને, વિલાસના પ્રકારથી, અંગ વિક્ષેપે કરી;