________________
*
| [ ૭૯] ચરણે વંદાયેલા છે, રૂડા પરાક્રમવાળા, જેહ જિનરાજ તણાં, આગે નૃત્યને ધરી, -શાંતિ કરનારા ત્રણે, ભુવનના પ્રાણીઓને, શાંત થયા વિશેષ સર્વ, પાપ દેષ જેમના નમસ્કાર કરું છું હું, પ્રત્યક્ષ રહેલ એ, એહવા ઉત્તમ જિન, શાંતિનાથ તેમના. ૩૨
(ઝુલણા છંદ) છત્ર ચામર ધ્વજા યજ્ઞને સ્તંભ જવ, લક્ષણે જેહમાં એ રૂપાળા, શ્રેષ્ઠ દેવજ મગર તુરંગ શ્રી વત્સના, છે સુશોભિત લાંછનવાળા; મેગિરિ દ્વીપ સમુદ્ર સ્વસ્તિક વૃષભ, સિંહ રથ ચક્ર દિગગજથી શેભે, શ્રેષ્ઠ ચિહ્નિત નિત સ્વભાવમાં, સરખી ભૂમિ વિષે જેહ જે. ૩૩ દોષથી રહિત મોટા ગુણોથી વડા, પુષ્ટ તપ શ્રેષ્ઠ નિર્મળતાએ, પૂજતાં દેવીશ્રી સેવતા મુનિવરા, તપ વડે પાપ ટાળ્યા બધાએ; સકળ લોકે તણાં હિતના મૂળને, જેહ છે પ્રાપ્ત કરાવનારા, સ્તુતિ કરાયેલા પૂજ્ય એ અજિતને, શાંતિ મુજ મુક્તિ સુખ આપનારા. ૩૪