________________
[૭૭]
શિષ્ય મહામુનિઓ જેમના એહવા, રાગ ને દ્વેષથી જે નિરાળા, દેવ દાનવ અને નૃપથી વંદાયેલા, જે નહિ ભય અને મોહવાળા, એહવા નાથ શ્રી શાંતિજિન સુખકરા, શ્રેષ્ઠ વિશાળ તપ ધરણ હારા; તેમને અંજલિ સાથ હું કરી રહ્યો, એ પ્રમાણે નમસ્કાર મારા. ૨
| (સવૈયા–એકત્રીશા) ફરનારી આકાશ અંતરે, ગમન મને હર હંસી જેમ, પુષ્ટ કટી દઢ કુચ શોભતા, નેત્ર સકળ કમળ પમ; ગાઢા અને મોટા સ્તન યુકતે, ગાત્ર નમેલા જાસ વિશેષ, મણિ સુવર્ણની ઢીલી મેખલા-વડે શોભતો કટી પ્રદેશ. ૨૬ શ્રેષ્ઠ ઘૂઘરીઓ ઝાંઝર સુંદર, તિલક અને કંકણથી તેહ, સુશોભિત અતિશય પ્રિયકારી, ચતુર પુરુષ ચિત્તહરણ જે; સુંદર દર્શન છે કિરણે ગણ, અલંકાર અથવા તન ભાગ, આભૂષણ રચનાના ભેદો, વિધવિધ દેદીપ્યમાન અપાંગ. ૨૭ તિલક અને પત્રલેખ નામ છે, જેના મળતું એવા અંગ, ભક્તિવડે થઈ વ્યાપ્ત એહવી, આવેલી જે નમન પ્રસંગ; દેવાંગનાઓ વડે પરવરી, નિજ લલાટ નમાવી તામ, શ્રેષ્ઠ ગતિ દાયક ભગવંતના, ચરણુયુગલમાં કરે પ્રણામ. ૨૮