________________
[૭૬] શીધ્ર ઉતાવળે ગગનથી ઊતરી, આપના જેહ ભુભિત ચિતાળા, ડોલતા કુંડળે કર ભૂષણે, મુકુટથી શોભતી
શરમાળા, સુર–અસુરના સમૂહ વિરે તજી, આવતાં ભક્તિમાં ભક્તિવાળા. ૨૨ થયેલ એકત્ર જ્યાં સમૂહ વિચિમત અતિ, સર્વ જાતિતણું જુથ જેના; શ્રેષ્ઠ સુવર્ણ ને રત્નથી ઝળહળે, અધિકરૂપ યુક્ત કીધેલ તેના વિવિધ આભૂષણ શેનિક અંગ છે, -જેહ એવા શરીરે નમેલા, કરત પ્રણામ ધરી મસ્તકે અંજલિ, ભક્તિને કાજ આવી મળેલા. ૨૩
એહવા દેવ સમુદાય ભગવંતને, નમન કીધા પછી સ્તુતિ કરતા; ત્યાર કેડે વળી ફરી વખત જિનને, પ્રદક્ષિણા ત્રિવિધે એહ ફરતા; આનદ તે પછી સુરને અસુર સૌ, જિનપતિને નમસ્કાર કરીને નિજ નિજ ભવને ત્યાંથી પચી ગયા, દેવ સમુદાય પાછા ફરીને. ૨૪