________________
૧૧
[૭૨]
[ઝુલણા છંદ] કુરુદેશે હસ્તિનાપુર નૃપતિ પ્રથમ, ચક્રવતી પછી જેહ થાવે, રાજ્ય વિશાળ વટુ ખંડનું પાળતા, ને હતા અધિક જેઓ પ્રભાવે; ઘરવડે શ્રેષ્ઠ બહોતેર હજાર વર, નિગમ નગરે અને દેશ જેના, બત્રીસ હજાર મુકુટબદ્ધ ભૂપતિ, શ્રેષ્ઠ જેઓ અનુયાયી તેના. શ્રેષ્ઠ ચૌદ રત્ન નિધાન મહાન નવ, શ્રણ ચોસઠ હજાર નારી, ચોરાશી લાખ ગજ તુરંગ રથ તેટલા, સુંદર સ્વામીપણું તાસ ધારી, છનું ક્રોડ ગામના સ્વામી ભરતે થયા, જેહ ભગવાન શાંતિ પ્રસારી,
સુપ્રકારે તર્યા સર્વ ભય શાંતિજિન, * સ્તવન જેનું કરું શાંતિકારી.
( [મનહર છંદ] ઉપન્યા ઈક્વાકુ વંશ, વિદેહ દેશના ભૂપ, સકળ મનુષ્ય શ્રેષ્ઠ, મુનિમાં વધેલ છે, નવીન શરદઋતુ પૂરણ પ્રકાશ ચંદ્ર, શભનિક મુખવાળા, કમને તજેલ છે,