________________
[૭૧] સમાધિ ભંડાર શાંતિ પ્રચારી; તીર્થ ઉત્તમ કરે ઇન્દ્રિના જય વડે, વંદના શાંતિજિન ચરણ મારી, શાંતિદાતા મુનિ શાંતિજિન આપજે, ચિત્ત સમાધિ વરદાન ભારી. ૮
[મનહર છંદ] પ્રધાન હસ્તિના શિર, જે પ્રશંસાને પાત્ર, વિસ્તીર્ણ શરીરાકાર, પૂર્વે અધ્યાપતિ, નિશ્ચલ શ્રી વલ્સવાળું, હૃદય મન્મત્ત, લીલાયુક્ત ગંધહસ્તિ, જેવી ચાલની ગતિ, હસ્તિી સૂંઢ જેવા બાહુ, પીતવર્ણ દેહે પ્રભુ, ધમેલ સુવર્ણ જેમ, સ્વચ્છ રંગી શોભતા; શ્રેષ્ઠ લક્ષણોના સ્વામી, સૌમ્ય ને સુંદર રૂપે, તુતિ કરવાને યેગ્ય, ગુણે અતિ એપતા. અતિશય મનેહર, મનને આનંદદાતા, સુખકર સુર જેને, કાનને રીઝવે છે, દેવદુંદુભિ પ્રધાન, નાદથી અધિક મીઠી, કલ્યાણને કરનારી, વાણું જે ગજાવે છે, જિત્યે શત્રુ સમુદાય, ભય સર્વ જિત્યા જેણે, ભવનાશ કરનારા, શ્રી અજિતનાથને, આદર ભરેલા ભાવે, નમસ્કાર કરું છું હું, શાંત કર વિભુ મારાં, નિકાચિત પાપને.