________________
સ્મરણ પાંચમું નમિણ !
(હરિગીત છંદ) નમતા રહ્યા જે નાથને, સમુદાય સુરદે તણા; કિરણાવલી મણિયે તણું, મુગટે વડે સેહામણું. એવા શ્રી પાર્શ્વનાથ મુનિનાં, ચરણ યુગલ નમી અને; મોટા ભયે વિશેષ સંહર-નાર કહીશ હું સ્તવનને ૧ કહી ગયેલા હાથ પગ નખ, મુખ છે જેઓ તણાં, બેસી ગયેલા નાકથી જે, લાગતા અળખામણા; કે કેઢરૂપી મહાન રગે, અગન ઝરતો માનવી, દાઝેલ સર્વે અંગથી, વ્યાધિ અતિ જેને થતી. ૨. તેઓ તમારા પાયકમળ, સેવનારૂપ જળવડે, સિંચાય અંજળિના થકી, વિશેષ શોભામાં ચડે; દાઝેલ વનના અગ્નિથી, પર્વતતણાં વૃક્ષો પરે, પામી ફરીથી કાંતિને આરોગ્ય લક્ષમીને વરે. ૩.
ભિત રત્નાકર થયેલ, પ્રચંડ વાયુના વડે, કરતા ભયંકર શબ્દ જ્યાં, વિશાળ કોલો ચડે; સંબ્રાંત ભય વિહવળ બનેલ, ખલાસીઓ નિજ નાવને, હંકારતા અટકી પડેલા, જે વિષે વ્યાપારને. ?