________________
[ ૬૨]
પંચાવન દશ પાંસઠ વળી, તિમ નિચ્ચે ચાળીશ જિન મળી; જે જિન દેવ દાનવ વાંદેલ, મુજ તન રક્ષજે સિદ્ધ થયેલ. ૫
» હરહુહઃ ને સરસ્સા , -હરહુહઃ તેમજ સરસ્સા , વચ્ચે રહ્યું સાધકનું સ્થાન, યંત્ર સર્વ ભદ્ર પ્રમાણ. ૬
છ રહિણી અને પ્રજ્ઞપ્તિ, વજશુંખલા વજકુશી; ચકેશ્વરી નરદત્તા માત, કાલી મહાકાલી ગૌરી સાથ. ૭
ગાંધારી મહાજવાલા તથા, માનવી વૈરોટિયા અચ્છતા; માનસિ મહામાનસિ સ્મરે, વિદ્યાદેવી સૌ રક્ષણ કરે. ૮
પંદર કર્મભૂમિમાં ઉપલ, એક સિત્તેર જિનવર દેવ; શેભે વિવિધ રત્નાદિક વર્ણ, દુરિત અમારા કરજે હણ. ૯