________________
સ્મરણ ચોથું 0 તિજયપહુર D
(પાય છંદ) પ્રગટ કરે ત્રિભુવન ઠકુરાય, પ્રાતિહાય જ આઠ સોહાય; અઢી દ્વિપમાં વર્તતા જેહ, સ્મરણ કરું જિનવૃંદ તેહ. ૧ પચ્ચીશ એંશી પંદર એમ, પચ્ચાસ જિનવર સમૂહે તેમ; ભક્તિવંત ભવજનના એહ, નાશ કરે દુરિત સહુ તેહ. ૨
વીશ પીસ્તાળી નિચે ત્રીશ, પંચેતેર જિનવર જગદીશ; ગ્રહભૂત રાક્ષસ શાકિની તણું, ધરોપસર્ગ નિવારો ઘણું. ૩ સિત્તેર પાંત્રીસ તેમજ સાઠ, અને પાંચ જિનવરને સાથ; વ્યાધિ અગ્નિ જળ હાથી વાઘ, ચાર શત્રુ ભય હરતા નાથ. ૪