________________
સ્મરણ ત્રીજી D સંતિકર D
(કાવ્યઈદ અથવા રોળાવૃત્ત )
શાંતિના કરનાર, શાંતિજિન શરણ જગતના, જય લક્ષ્મી દાતાર, ભક્તની કરતા જતના; નિવણ જગમાત, ગરુડ યક્ષે કરી સેવા,
શ્રી શાંતિ જિનરાજ, સ્મરણ કરું છું દેવા. ૧ વિડષધિ લબ્ધિ, પ્રાપ્ત થઈ છે જસ એવા, છે સ્વાહા જપ મંત્ર, એગ દેવાધિદેવા; સમસ્ત ઉપદ્રવ શાંત, સમરતાં પાપ જનારાં, પ્રણમું સહ કાર, શાંતિજિન ચરણ તમારા. ૨ લેબૌષધિ આદિક, પ્રાપ્ત થઈ લબ્ધિ જેને, નમસ્કાર હે એહ, સુશોભિત શાંતિ જિનને; સવષધિનું સ્થાન, લબ્ધિ ચરણમાં લોટે, વંદુ સહ સે હીનાથ, મળે જયાં લક્ષ્મી જેટે. ૩ સ્વામિની ત્રણ ભુવન, તણ જે શ્રી કૃતદેવી, યક્ષરાજ ગણિ પિટક, અને વળી લક્ષ્મી દેવી; ગ્રહદિપાળ અને, દેવેન્દ્રો આદિક જેના, રક્ષણ કરે સદાય, એહ જિનવર ભક્તોના. ૪