________________
સ્મરણ બીજું
| ઉવસગહર D
(વસંતતિલકા વૃત) છે પાશ્વ યક્ષ ઉપસર્ગ નિવારનાર, એ પાર્શ્વનાથ નમું કર્મથી જેહ ન્યારે; જે સપનું અતિશયે કરી ઝેર કાપે, કલ્યાણ મંગળ નિવાસ સદૈવ આપે. ૧. છે મંત્ર ઝેર હરનાર સ્ફલિંગ નામા, તે નિત્ય જેહ મનુજે ધરતા ગળામાં; તેના ખરાબ ગ્રહ રોગ મહાન મારી, પુષ્ટ કવર કરત શાન્ત વ્યથા નિવારી. ૨ એ મંત્ર જાપ દૂર છે તદપિ તમારે, થાયે પ્રણામ અતિશે ફળ આપનારે; જે મનુષ્ય તિરિયંચ ગતિ રહ્યા છે, પામે ન તેહ પણ દુઃખ દરિદ્રતાને. ૩ પામેલ બધિબીજને મહિમા તમારો, ચિંતામણિ સુરક્રમથી વિશેષ સારે; જેના વડે સકલ વિપ્ન સદા વિરામે, ને ભવ્ય જીવ અજરામર સ્થાન પામે. ૪ હે કીર્તિવંત પ્રભુ ! આ સ્તવના કરી મેં, ભક્તિ ભરેલ પરિપૂર્ણ હદે કરીને; જે બાધિ બીજ મળવા પ્રભુ આપ સેવા, દેજે ભવભવ મને જિન પાશ્વ દેવા. ૫