________________
પ્રિય’કરનૃપ ચરિત્ર.
૩૫
વળી પુત્રા પણ તેજ કહેવાય કે જેઓ ઘરના ભાર ઉપાડી લઈ પેાતાના પિતાને ચિંતામુક્ત કરે. કહ્યું છે કે-એક સુપુત્રથી પણ સિંહુજ નિય ને વિજ્ર લે છે અને શ પુત્રે છતાં ગધેડી તેમની સાથે સાથે ભાર ઉપાડે છે.' વળી કાય કરવામાં અસમ એવા બહુ પુત્રા છતાં હરિણીનું શુ કા સરે છે ? કારણ કે સમસ્ત વન જ્યારે દાવાનળથી જ્વલિત થાય છે, ત્યારે તે પુત્રાની સાથે હિરણી પણ માત્ર ઉંચે જોઈ રહે છે, અને હાથીઓના કુંભસ્થળને દળી નાંખવામાં સમ તેમજ મહાપરાક્રમી એવા એક પુત્રના ચાગે પણ સિંહણ ગર્જના કરે છે. પુત્રે કહેલી આ હકીકત શેઠે ધ્યાનમાં રાખી.
એક દિવસે શ્રેષ્ઠીએ પેાતાના પ્રિયંકર પુત્રને નજીકના શ્રીવાસ નામના ગામમાં ઉઘરાણી કરવા મેાકલ્યા. ઉઘરાણી કરીને પાછા વળતાં તેને ભિટ્ટ લેાકેાએ ખાધીને સધ્યાવખતે શ્રીપર્વત પરના કિલ્લામાં લઈ જઈ સીમાડાના ( અહારવટીઆ ) રાજાને સોંપ્યા. તેણે તેને કેદખાનામાં નાંખી દીધા. અહીં તેના માપિતા સાંજ સુધી પણ પુત્રને ઘેર ન આવેલ જોઇને ચિંતાતુર થયા, અને મનમાં અત્યંત ખેદ્ય પામી વિલાપ કરવા લાગ્યા કે−‘ હે પુત્ર ! તને આજેજ અમે પાસેના ગામમાં મેકલ્યા, પણ હજી સુધી તુ આવ્યા કેમ નહિ ? શુ રસ્તામાં તને કોઇએ હરકત કરી છે ? હે પુત્ર ! હવે તુ અહીં તરત આવીને વિરહાતુર એવા અમને તારૂ મુખ બતાવી આનંદ પમાડ. હવે પછી તને કોઇ પણ સ્થાનકે બહાર માકલશુ નહિ. હું વત્સ પ્રિય'કર ! તું અમારે એકના એક પુત્ર છે, અને મહા કષ્ટે તારૂ અમે પાલન કર્યું છે, તું અમને અત્યંત વ્હાલા છે, તુ કાંત અને મનેાજ્ઞ તથા આભરણુના કરડીયા તુલ્ય છે, અમારા જી