________________
તે તે જ પિપટને શોધવા માટે આમતેમ દોડવા લાગ્યું. તેવામાં દેવગે તે જ પોપટ ભીમના દષ્ટિમાર્ગમાં આવ્યો અને તેણે પણ તત્કાળ તેને હિતકારક વચન કહ્યું કે-“હે ભીમસેન ! જે તું તારી ક્ષેમકુશળતાને ઈચ્છતા હો તે સમુદ્રમાં પડ, એટલે તને તત્કાળ માટે મત્સ્ય ગળી જશે. પછી તે અસ્ય શીધ્રપણે સમુદ્રને કાંઠે જશે, માટે જે તારી મતિ સાવધાન હોય તો આ હું આપું છું તે મોટી ઓષધીને . તું ગ્રહણ કર. આ ઓષધી તેના પેટમાં નાંખવાથી તે મત્સ્ય પિતાનું મુખ પહોળું કરશે, એટલે તારે તેના કંઠમાગે નીકળીને સમુદ્રને કિનારે જવું. આ મારું વચન કરવાથી જ તારું જીવન રહેશે અન્યથા ત્રણ જગતને વિષે તારે જીવવાને ઉપાય દુર્લભ છે.” આ પ્રમાણે પોપટનું કહેલું વચન સત્ય માનીને સાહસિક એ તે ભીમ તે પ્રમાણે ઉપાય કરીને સિંહલદ્વીપ પહો .
ત્યાં સ્વસ્થ થઈને ભમતા અને ચોતરફ જોતાં તેણે એક સરેવર જોયું, અને વિશ્રાંતિ લેવા માટે તે ત્યાં ગયે. તેના નિર્મળ જળનું પાન કરી એક ક્ષણવાર તેની પાળ પર રહેલા વૃક્ષની શીતળ છાયામાં વિસામે લઈને પછી તે એક દિશા તરફ ચાલ્યો. તે કેટલેક માર્ગ ઓળંગીને આગળ ગયો તેવામાં તેને માર્ગમાં કઈ એક જટાવાળો ત્રિદંડી નેત્રનો અતિથિ થયે [તેના જેવામાં આવ્યા ]. તેણે તેને ઘેર્યયુક્ત વાણુવડે પ્રણામ કર્યા, ત્યારે તે ત્રિદંડીએ હર્ષથી આશીવાદ આપી વિનયવાળા એવા તેને આવવાનું કારણ પૂછયું કે-“હે. ભદ્ર! તું કેણ છે? આ ગહન વનમાં કેમ ભમે છે? તું કાંઈક દુ:ખી જણાય છે તે તારૂં દુ:ખ મને કહે.” આ પ્રમાણે તે તાપસની વાણી સાંભળીને હર્ષિત થયેલ ભીમસેન બોલ્યો કે-“હે શ્રેષ્ઠ તાપસ ! સારું ભાગ્ય સર્વથા પ્રકારે મદુ છે.