________________
છે કે-“હે જ્ઞાનવાન શ્રેણી ! આવું બાળમરણ તમે ન કરે, અને સાવધાન થઈને સર્વને જીવવાને ઉપાય હું કહું છું તે સાંભળો. હે ઉત્તમ પુરૂષ ! હું સ્નિગ્ધ કાંતિવાળો માત્ર પક્ષી જ છું એમ તમે જાણશે નહિં. હું આ પર્વતને અધિષ્ઠાયક દેવ છું. મરવાને તૈયાર થયેલા તમને નિષેધ કરવા અને જીવવાને ઉપાય કહેવા માટે જ હું અહી આવ્યા છું, તેથી મારું વચન સાંભળો. તમારા સર્વની મધ્યે જે કઈ દયાળુ અને સાહસિક હાય, તે મરણની સન્મુખ થઈનેમરણને અંગીકાર કરીને આ સમુદ્રની મધ્યે રહેલા પર્વત ઉપર જઈ ત્યાં રહેલા ભારંડ પક્ષીઓને ઉડાડે તે તેની પાંખના વાયુથી આ તમારું વહાણ ચાલશે. આ પ્રમાણે કરવાથી તમે બધા જીવશે તેમાં કાંઈ પણ સંશય નથી, કારણ કે ઉપાયથી જે કાર્ય સિદ્ધ થાય તે પરાક્રમથી સિદ્ધ થતું નથી.” આ પ્રમાણે પોપટનું કહેલું હિતવચન સાંભળીને શ્રેષ્ઠીએ વહાણમાં રહેલા સર્વ જનેને તે પર્વત પર જવા માટે આદરપૂર્વક પૂછયું, પરંતુ મૃત્યુના ભયને લીધે કેઈએ તેનું વચન માન્યું નહીં. ત્યારે તે બુદ્ધિમાન શ્રેષ્ઠીએ જે જાય તેને પુષ્કળ ધન આપવાનું કબૂલ કર્યું. તે સાંભળી ધનના લોભથી ખેંચાયેલા ભીમસેને હિંમત ધારણ કરીને તેનું વચન અંગીકાર કર્યું અને તે સમુદ્ર મધ્યે રહેલા પર્વતપર ગયો. ત્યાં તેણે મોટેથી હકારાવ કર્યો તેથી ભારંડ પક્ષીઓ ઉડયા. તેમની પાંખના વાયુથી તત્કાળ વહાણ તે અંકુરામાંથી બહાર નીકળી ચાલતું થયું.
પર્વત પર રહેલ ભીમસેન મનમાં આકુળવ્યાકુળ થયે અને માર્ગમાં ભૂલા પડેલા માણસની જેમ તે જીવવાના ઉપાય ચિંતવતો આમતેમ ભમવા લાગ્યો, પરંતુ કાંઈ પણ ઉપાય નહીં પામવાથી તે મનમાં વિલખા થયા અને દુઃખી થયેલ